• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી સરકારને ઝાટકો, 8 મહિનાના ઉચલા સ્તરે પહોંચી મોંઘવારી

|

નવી દિલ્હીઃ મોંઘવારીના મોર્ચે મોદી સરકારને મોટો ઝાટકો લાગ્યો છે. જૂનમાં છૂટક મોંઘવારી દર 8 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. દેશનો છુટક મોંઘવારી દર 3.18 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે મેમાં છૂટક મોંઘવારી દર 3.05 ટકા રહ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ જૂનમાં મોંઘવારી દર 3.18 ટકા પર પહોંચી ગયો, જ્યારે મેમાં આ માત્ર 3.05 ટકા જ હતો.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ સીપીઆઈ આધારિત મોંઘવારી દર વધવા છતાં આરબીઆઈના અનુમાના દાયરામાં છે. આંકડાઓ મુજબ જૂન 2019માં ખાવા પીવાની ચીજોના ભાવમાં 2.17 ટકાનો વધારો થયો છે. જણાવી દઈએ કે મેમાં આ 1.83 ટકા હતો. જ્યારે જૂનમાં અનાજની મોંઘવારી 1.31 ટકા વધઈ ગઈ, જ્યારે મેમાં આ 1.24 ટકા હતી.

જૂનમાં શાકભાજીની મોંઘવારીમાં નરમી રહી. આ 4.66 ટકા રહી, જ્યારે મેમાં 5.46 ટકા હતી. જો હાઉસિંગ મોંઘવારીની વાત કરવામા આવે તો જૂનમાં વધીને 4.84 ટકા થઈ ગઈ, જ્યારે મેમાં 4.82 ટકા હતી.

સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે મોદી, યૂએસ એસેમ્બલીમાં સામેલ થશે

English summary
retail inflation touched its highest level of last 8 month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X