રિલાયન્સને કેજી ડી6ના ગેસ માટે ઊંચી કિંમત મળશે

વડાપ્રધાનના મુખ્ય સચિવ પુલક ચેટર્જીએ 24 સપ્ટેમ્બરે બોલાવેલી બેઠકમાં નિર્ણય લીધો હતો કે જો વપરાશકાર વર્તમાન 4.2 એમએમબીટીયુના વર્તમાન દર કરતા વધારે ચૂકવણી માટે તૈયાર હોય તો એપ્રિલ 2014માં ભાવમાં સુધારા સમયે રિલાયન્સને બોલી મારફતે નવા મૂલ્ય શોધવાની મંજૂરી આપવામાં આવે.
આ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે પીએમઓએ જણાવ્યું છે કે ઉત્પાદન ભાગીદારી કરાર (પીએસસી)ની જોગવાઇઓને અંતર્ગત આ માટેની પરવાનગી આપવી જોઇએ. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે પેટ્રોલિયમ મંત્રાલય એપ્રિલ 2014થી પહેલા કેજી ડી6ની ગેસ કિંમતોમાં કોઇ પ્રકારના સુધારાનો વિરોધ કરી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ જાન્યુઆરીમાં તત્કાલ 4.2 ડૉલર પ્રતિ એકમના મૂલ્યમાં સુધારાની માંગણી કરી હતી. જૂનમાં કંપનીએ સંશોધન કરતા 1 એપ્રિલ, 2014થી એલએનજીના આયાત મૂલ્યની બરાબર કિંમત તૈયાર કરવાની માગ કરી છે.












Click it and Unblock the Notifications
