US ELECTION પરિણામોની અસર સીધી ભારતીય બજારો પર, US ડોલર સામે રૂપિયો 84.23ના નીચાલા સ્તરે પહોંચ્યો
Rupee Hits Record low : અમેરિકામાં ચૂંટણીનો બરોબર જંગ જામ્યો છે, કમલા હેરિસ જીતશે કે ડોનાલ્ડ ટ્રંપ તે કહેવુ મુશ્કેલ છે. બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ કરતા આગળ હોય તેવુ ચિત્ર દેખાઈ રહ્યું છે ત્યારે આ અહેવાલોની સીધી અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે.
ચૂંટણીની વચ્ચે US ડોલર મજબૂત થતા ભારતીય રૂપિયો સતત ત્રીજા દિવસે વિક્રમી નીચે સપાટીએ પહોંચ્યો હતો. બુધવારે શરૂઆતી કારોબારમાં રુપિયો 14 પૈસા ઘટીને 84.23 પ્રતિ ડોલર થયો હતો

રૂપિયો પણ આ સપ્તાહની શરૂઆતમાં 84.122 પ્રતિ ડોલરની તેની સૌથી નીચલી સપાટીને પાર કરી ગયો હતો. અગાઉ, 6 નવેમ્બર, 2024 ના રોજ માર્કેટ ઓપનિંગ સમયે ભારતીય રૂપિયો 6 પૈસા ઘટ્યો હતો.
દરમિયાન આજે BSE સેન્સેક્સ 530 પોઈન્ટ વધીને 80,007 પર અને નિફ્ટી 50 164 પોઈન્ટ વધીને 24,377 પર છે. આજે સવારના કારોબારમાં નિફ્ટી બેન્ક 159 પોઈન્ટ વધીને 52,366 પર અને નિફ્ટી મિડકેપ 657 પોઈન્ટ વધીને 56,772 પર છે.
રૂપિયો 5 નવેમ્બર, 2024 ના રોજ યુએસ ડૉલર સામે 2 પૈસા ઊંચો 84.09 પર તેની સર્વકાલીન નીચી સપાટીથી સુધર્યો હતો, જેને સ્થાનિક બજારોમાં રિકવરી અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટેકો મળ્યો હતો.
હાલ રોકાણકારો છે સાવચેત
ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રોકાણકારો સાવચેત છે. પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે, બજારો આગામી દિવસોમાં સંભવિત અસ્થિરતા માટે તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની જાહેરાત પણ આ અઠવાડીયે થવાની છે.












Click it and Unblock the Notifications
