For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયામાં કડાકો, ડૉલરના મુકાબલે 70ના સ્તરને વટાવી ગયો

રૂપિયામાં કડાકો, ડૉલરના મુકાબલે 70ના સ્તરને વટાવી ગયો

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સોમવારે રૂપિયામાં ભારે કમજોરી સાથે શરૂઆત થઈ. આજે ડોલરના મુકાબલે રૂપિયા 55 પૈસા કમજોરી સાથે 70.14 રૂપિયાના સ્તર પર ખુલ્યો. જ્યારે શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો 54 પૈસાની કમજોરી સાથે 69.59 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.

જાણો પાછલા 10 દિવસમાં રૂપિયાનું ક્લોજિંગ સ્તર

જાણો પાછલા 10 દિવસમાં રૂપિયાનું ક્લોજિંગ સ્તર

  • શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયા 54 પૈસાની કમજોરી સાથે 69.59 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો.
  • ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયા 26 પૈસાની કમજોરી સાથે 69.05 રૂપિયાના સ્તર પર બંધ થયો.
  • બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની મજબૂતી સાથે 68.79 રૂપિયાના સ્તર પર બંધ થયો.
  • મંગળવારે ડોલરના મુકાબલે રૂપિયો 17 પૈસાની મજબૂતી સાથે 68.73 રૂપિયાના સ્તર પર બંધ થયો.
  • શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો 14 પૈસાની કમજોરી સાથે 68.90 રૂપિયાના સ્તર પર બંધ થયો.
  • ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની કમજોરી સાથે 69.04 રૂપિયાના સ્તર પર બંધ થયો.
  • બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો 3 પૈસાની કમજોરી સાથે 68.98 રૂપિયાના સ્તર પર બંધ થયો.
  • મંગળવારે ડોલરના મુકાબલે રૂપિયો 3 પૈસાની કમજોરી સાથે 68.94 રૂપિયાના સ્તર પર બંધ થયો.
  • આઝાદીના સમયે રૂપિયાનું સ્તર

    આઝાદીના સમયે રૂપિયાનું સ્તર

    એક જમાનો હતો જ્યારે આપણો રૂપિયો ડોલરને જબરદસ્ત ટક્કર આપતો હતો. જ્યારે ભારત 1947માં આઝાદ થયું ત્યારે ડોલર અને રૂપિયાના ભાવ એકદમ બરાબર હતા. મતલબ કે એક ડોલર બરાબર એક રૂપિયા થતો હતો. ત્યારે દેશ પર કોઈ વ્યાજ પણ નહોતું. પછી જ્યારે 1951માં પહેલી પાંચ વર્ષીય યોજના લાગુ થઈ તો સરકારે વિદેશો પાસેથી વ્યાજ લેવાનું શરૂ કર્યું અને પછી રૂપિયાની સાખ પણ સતત ઘટવા લાગી. 1975 સુધી આવતા આવતા એક ડોલરની કિંમત 8 રૂપિયા થઈ ગઈ અને 1985માં ડોલરનો ભાવ 12 રૂપિયા થઈ ગયો. 1991માં નરસિમ્હા રાવના શાસનકાળમાં ભારતે ઉદારીકરણનો રસ્તો પકડ્યો અને રૂપિયો પણ ધડામ પડવા લાગ્યો.

    સેન્સેક્સમાં મોટો કડાકો, 650 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સમાં મોટો કડાકો, 650 પોઇન્ટ તૂટ્યો

    ડિમાન્ડ સપ્લાય નક્કી કરે છે ભાવ

    ડિમાન્ડ સપ્લાય નક્કી કરે છે ભાવ

    કરન્સી એક્સપર્ટ્સ મુજબ રૂપિયાની કિંમત સંપૂર્ણ રીતે તેની ડિમાન્ડ અને સપ્લાય પર નક્કિ કરે છે. ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની પણ તેના પર અસર પડે છે. દરેક દેશ પાસે તે વિદેશી મુદ્રાનો ભંડાર હોય છે, જેમાં તે લેણદેણ કરે ચે. વિદેશી મુદ્રા ભંડારના ઘટવા અને વધવાથી જ તે દેશી મુદ્રાની ચાલ નક્કી થાય છે. અમેરિકી ડોલરને વૈશ્વિક કરન્સીનું બિરુદ હાંસલ છે અને વધુ પડતા દેશ ઈમ્પોર્ટ બિલ ડોલરમાં જ ચૂકવે છે.

    રૂપિયો કમજોર પડવાના મુખ્ય બે કારણો

    રૂપિયો કમજોર પડવાના મુખ્ય બે કારણો

    રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે તેનોં સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવ છે. ભારત ક્રૂડ ઓઈલના મોટા ઈમ્પોર્ટર્સમાંનો એક છે. ભારત ઓઈલ વધુ ઈમ્પોર્ટ કરે છે અને તેનું બિલ પણ તેને ડોલરમાં ચૂકવવું પડે છે. જ્યારે બીજું કારણ છે વિદેશી સંસ્થાગત રોકાણકારો ભારતીય શેર બજારમાં હંમેશા ભારે બિકવાલી કરે છે. જ્યારે આવું થાય છે તો રૂપિયા પર દબાણ બને છે અને આ ડોલરના મુકાબલે ટૂટી જાય છે.

English summary
rupee weakened against dollar, crossed a level of 70
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X