16 વર્ષની આ છોકરી ભણવાનું છોડી દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે

Posted By:
Subscribe to Oneindia News

સહારનપુર નિવાસી હર્ષિતા અરોરા તેના કામને કારણે આજે દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. સહારનપુર જ નહીં પરંતુ આખા વિશ્વમાં તેની ચર્ચા થઇ રહી છે. આઠમાં ધોરણનો અભ્યાસ છોડીને હર્ષિતા અરોરા ઘ્વારા એપલ સ્ટોર માટે એક એવી એપ બનાવી છે જે અમેરિકા અને કેનેડામાં ખુબ જ ઝડપથી ફેમસ થઇ રહી છે. હર્ષિતા અરોરા ઘ્વારા એપલ સ્ટોર પર ક્રિપ્ટોકરન્સી પ્રાઈઝ ટેકર એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ માટે તમારે પૈસા ચૂકવવા પડશે. આ એપ તમને દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી કિંમતોમાં વધઘટ વિશે માહિતી આપે છે. આપણે જણાવી દઈએ કે સહારનપુર નિવાસી હર્ષિતા અરોરાની ઉમર ખાલી 16 વર્ષ છે.

16 વર્ષની ઉમરમાં બનાવી એપ

16 વર્ષની ઉમરમાં બનાવી એપ

જે ઉમરમાં લોકો સ્કુલ અભ્યાસ અને પરીક્ષાની તૈયારી કરે છે તે ઉમરમાં હર્ષિતા અરોરાએ આઠમા ધોરણ પછી અભ્યાસ છોડીને 16 વર્ષની ઉમરમાં એક એપ બનાવી પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. હર્ષિતા અરોરા ઘ્વારા એપલ સ્ટોર પર ક્રિપ્ટોકરન્સી પ્રાઈઝ ટેકર એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ વિદેશમાં ખુબ જ ફેમસ છે. તેના અત્યાર સુધી 1800 કરતા પણ વધારે પેઈડ ડાઉનલોડ થઇ ચુક્યા છે.

ભારતની શિક્ષણ પ્રણાલી

ભારતની શિક્ષણ પ્રણાલી

વાતચીત દરમિયાન તેમને જણાવ્યું કે ફંડામેન્ટલ તેમને પહેલાથી જ ક્લિયર થઇ ચુક્યા છે. તેમને જણાવ્યું કે તેઓ ભારતની શિક્ષાને ઓછી આંકતા નથી પરંતુ કોમન કોર્સ તેમના માટે નથી. મારા કમ્પ્યુટર ટીચરે મને ટેક્નોલોજીની નવી દુનિયા સાથે ઓળખ કરાવી હું. જે કરવા માંગુ છું તે મને હાલની શિક્ષણ પ્રથામાં નહીં મળે. સ્કૂલોમાં કમ્પ્યુટરને મહત્વ આપવું જોઈએ.

આઠમા ધોરણ પછી ડેવલોપર બની

આઠમા ધોરણ પછી ડેવલોપર બની

હર્ષિતા અરોરા બીજા બાળકો કરતા અલગ વિચારે છે તેને આઠમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો 15 વર્ષની ઉંમરથી જ તેને એપ ડેવલોપર બનવા માટે મહેનત શરૂ કરી. તેને આગળ જણાવ્યું કે તેને ફેસબૂક પર સેલ્સકોર્સ વિશે જાણકારી મળી ત્યારે તેના માટે તે બેંગ્લોર આવી. આ સેલ્સકોર્સ ઇન્ટરશીપ પુરી કર્યા પછી તેને અમેરિકાની ફેમસ ટેક્નોલોજી સંસ્થા એમઆઇટી સમર પ્રોગ્રામમાં ભાગ લીધો. અમેરિકાથી આવ્યા પછી તે સહારનપુર પહોંચી જ્યાં તેને ફાઇનાન્સ કેટેગરી માટે એપ બનાવી.

અલગ અલગ દેશોની કરન્સી વિશે જણાવે છે એપ

અલગ અલગ દેશોની કરન્સી વિશે જણાવે છે એપ

સહારનપુર નિવાસી હર્ષિતા અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એપ તમને દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી કિંમતોમાં વધઘટ વિશે માહિતી આપે છે. આ એપ ઑટોમેટિક અપડેટ થાય છે. એપ આઇઓએસ સિસ્ટમ પર ચાલે છે.

નેક્સટ એપ લોકોના સ્વાસ્થ્ય વિશે હશે

નેક્સટ એપ લોકોના સ્વાસ્થ્ય વિશે હશે

હર્ષિતા અરોરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે તેની આગળની એપ લોકોના સ્વાસ્થ્ય વિશે હશે. આ એપ લોકોને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરશે. તેમને જણાવ્યું કે ક્રિપ્ટો એપ તેઓ આવતા મહિને વેચી રહ્યા છે. તેમને ઘણી ઓફરો આવી રહી છે. ત્યારપછી તેઓ એક ફૂડ એપ પણ બનાવી રહ્યા છે.

English summary
saharanpur harshita arora launched her crypto currency price tracker app available in apple store.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.