સેમસંગ ગેલેક્સી s4 લોન્ચ, કિંમત 41,500 રૂપિયા

સેમસંગ ગેલેક્સી s4 25 એપ્રિલે બજારમાં રજૂ થવાનો હતો, પરંતુ આ રજૂ કરવામાં એક દિવસનું મોડુ થઇ ગયું હતું. સેમસંગ ગેલેક્સી s4 ભારતીય બજારની સાથોસાથ અમેરિકા અને અન્ય યુરોપિય દેશોમાં પણ આજથી વેચાણ અર્થે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સેમસંગનો આ સ્માર્ટફોન બે સંસ્કરણોમાં ઉપલબ્ધ છે. એકમાં ક્વેલકમ s600 પ્રોસેસર છે, જ્યારે બીજામાં 8 કોર એક્સિનોસ પ્રોસેસર છે. આ સ્માર્ટફોન ડિસપ્લે 4.99 ઇંચ છે. આ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 4.2.2)જેલીબીન), રેમ 2 જીબી છે. કેમેરો 13 MP ઓટો ફોકસ, વીડિયો ફુલ એચડી સહિત અન્ય આધુનિક ખુબીઓથી યુક્ત છે.












Click it and Unblock the Notifications
