
સેમસંગ ગેલેક્સી એસ 5માં છે આ દમદાર ફીચર્સ
મોંઘા મોબાઇલ ખરીદનારાઓની ઉણપ નથી, પરંતુ જો તમે કોઇ ફોન માટે 36990 રૂપિયા આપી રહ્યા છો તો તેમાં એ કિંમત અનુસાર ફીચર હોવા જોઇએ નહીંતર માત્ર કોલિંગ કરવા માટે આટલી મોટી રકમ ખર્ચાય નહીં. એ તો બધા જ જાણે છેકે હાલના સમયે સેમસંગ મોબાઇલ બજારમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી બ્રાંડ છે. સેમસંગના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એસ5 પણ એક હાઇઇંડ ફોન છે, જે હાલના સમયે લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે.
હવે આ સ્માર્ટફોન લોકોને કેમ પસંદ પડી રહ્યો છે તેના અનેક કારણ છે, જેમકે તેમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એવી કેટલીક એપ્સ આપવામાં આવી છે, જે અન્ય કોઇ સ્માર્ટફોનમાં નથી, ઉપરાંત આ વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે, જે કોઇપણ પરિસ્થિતિઓમાં પ્રયોગ કરવા લાયક બનાવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કેટલાક એવા ફીચર અંગે જેના કારણે 36990 રૂપિયાનો આ સ્માર્ટફોન ખરીદી શકાય છે.

હાર્ટ રેટ સેંસર
સેમસંગ ગેલેક્સી એસ 5માં હાર્ટ રેટ સેંસર આપવામાં આવ્યું છે. જે તમારા સ્માર્ટફોનને અન્ય સ્માર્ટફોનથી અલગ પાડે છે. હાર્ટ રેટ સેંસરની મદદથી તમે હૃદયના ધબકારની ઝડપ કેટલી છે તે જાણી શકો છો. આ સેંસર ફોનના બેકમાં આપવામાં આવેલા કેમેરાની નીચે આપવામાં આવ્યું છે. ફોનમાં એસ હેલ્થ એપ્લિકેશન આપવામાં આવી છે, જેની મદદથી તમે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખી શકો છો, ઉપરાંત સેમસંગ ગેલેક્સી ગિયર ફિટ અને ગિયર 2 સ્માર્ટવોચને ફોન સાથે કનેક્ટ કરી સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી શકો છો.

વૉટર અને ડસ્ટ રેજિસ્ટેંટ
એસ5 કરતા પહેલાં પણ અનેક વૉટર અને ડસ્ટ રેજિસ્ટેંટ સ્માર્ટફોન બજારમાં આવી ગયા છે, વૉટર અને ડસ્ટપ્રૂફ હોવાના કારણે તમે આ ફોનનો કોઇપણ પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકો છો.

ફિંગર પ્રિંટ સેંસર
સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેમસંગ ગેલેક્સી એસ5માં ફિંગર પ્રિંટ સેંસર આપવામાં આવ્યું છે, જેની મદદથી તમે તમારા ફોનમાં બેંક પેમેન્ટ અથવા પછી ઓનલાઇન શૉપિંગ દરમિયાન સિક્યોર પેમેન્ટ કરી શકો છો.

કિડ ફ્રેંડલી મોડ
આ પહેલા તમે વિંડો ફોનમાં કિડ ઝોનનું ઓપ્શન જોયું હશે, જેની મદદથી તમે તમારા બાળકોને ફોન કોઇપણ પ્રકારના ભય વગર આપી શકો છો. તેનાથી તમારા ફોનનો ડેટા સેફ રહે છે, સાથે જ તમે કિડ જઝોનમાં જે પણ ડેટા રાખવા ઇચ્છો છો અથવા પછી એપ રાખવા ઇચ્છો છો તે રાખી શકો છો. કિડ ઝોનથી નોર્મલ ઝોનમાં જવા માટે ફોનમાં પાસવર્ડની જરૂર પડે છે, જે સંપૂર્ણ પણે સુરક્ષિત છે.

પાવર સેવિંગ મોડ
એંડ્રોઇડના બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશન ચાલતી રહેવાના કારણે સ્માર્ટફોનની બેટરી ઘણી ઝડપથી ઉતરી જાય છે, પરંતુ એસ5માં પાવરફૂલ બેટરી સેવર મોડ આપવામાં આવ્યું છે, જેની મદદથી ઓછી બેટરીમાં વધારે સમય સુધી ફોનનો ઉપયોગ કરી શકો છો.

વાઇફાઇ અને 4 જી
એસ5માં એક ખાસ ફીચર છે, જેની મદદથી તમે તમારા ફોનના વાઇફાઇ અને 4જી ડેટાનો એકસાથે પ્રયોગ કરી શકો છો, તમને લાગે કે તમારા મોબાઇલ ડેટાની સ્પીડ ઓછી છે અને તમે વાઇફાઇ ઝોનમાં છો તો મોબાઇલ ડેટા સાથે વાઇફાઇનો પ્રયોગ કરીને તમે ફાસ્ટ ઇન્ટરનેટ ડેટાનો પ્રયોગ કરી શકો છો.

કેમેરા
એસ5માં 16 મેગા પિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જે 4 રિઝોલ્યુશનના વીડિયો 30 ફ્રેમ પ્રતિ સેકન્ડની ઝડપથી રેકોર્ડ કરે છે, સાથે જ તેમાં વિશ્વનો સૌથી ફાસ્ટ ઓટો ફોકસ કેમેરા આપવામાં આવ્યો છે, જે 0.3 સેકન્ડની સ્પીડથી કામ કરે છે, સેલ્ફી અને વીડિયો ચેટ માટે 2 મેગા પિક્સલને સેકન્ડરી કેમેરા લાગેલો છે. આ ઉપરાંત કેમેરામાં લિટ્રો, હાઇબ્રિડ ઓટોફોકસ, મોશન ડિટેક્ટર જેવા ફીચર આપવામાં આવ્યા છે.

નવા સોફ્ટવેર
એસ5માં એંડ્રોઇડનો 4.4 કિટકેટ ઓએસ આપવામાં આવ્યો છે, જે હાલના સમયે સૌથી લેટેસ્ટ ઓએસ છે, સાથે જ ફોનમાં નવા ટચવિઝ અને એસ હેલ્થ, 3.0 સૂટ એપ્સ આપવામાં આવી છે.