Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તમારું બજેટ બગાડી શકે છે આ ત્રણ પ્રકારના ચાર્જ, રહો સતર્ક

ડિજિટલાઈઝેશન અને વધી રહેલા ઉપભોક્તા વાદના સમયમાં આપણી પાસે બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડવાની જુદી જુદી રીતો ઉપલબ્ધ છે.

ડિજિટલાઈઝેશન અને વધી રહેલા ઉપભોક્તા વાદના સમયમાં આપણી પાસે બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડવાની જુદી જુદી રીતો ઉપલબ્ધ છે. દેશની મોટાભાગની બેન્કો લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી જુદા જુદા વિકલ્પની સુવિધા આપી રહી છે, જે તમારી મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢે છે. જો કે આ વિકલ્પ આપવાના બદલે બેન્ક ખાતાધારકો પાસેથી ચાર્જ પણ વસુલે છે. આ ચાર્જના ચક્કરમાં લોકો એવા ફસાય છે કે વર્ષો સુધી તે ચૂકવવા મજબૂર બની જાય છે. આ ચાર્જ તમારા ઘરેલુ માસિક બજેટને પણ અસર કરી શકે છે. અમે તમને આ આર્ટિકલના માધ્યમથી જણાવીશું કેવી રીતે તમે આ ચાર્જથી દૂર રહી શકો છો.

આ પણ વાંચો: મોદી સરકારની મોટી ગિફ્ટ, બચત યોજનાઓ પર વ્યાજદરો વધાર્યા

બેન્કિંગ ચાર્જને લઈ રહો સતર્ક

બેન્કિંગ ચાર્જને લઈ રહો સતર્ક

દેશની લગભગ તમામ બેન્ક પોતાની સેવાઓ માટે ગ્રાહકો પાસેથી કોઈના કોઈ રીતે ચાર્જ વસુલે જ છે. જેમ કે મિનિમમ એવરેજ બેલેન્સ મેઈન્ટેઈન ન કરવા પર બેન્ક પેનલ્ટી લગાવે છે. હોમબ્રાંચના બદલે બીજી બ્રાંચમાંથી રોકડ ઉપાડવા પર બેન્ક ચાર્જ વસુલે છે. તો ચેકબુક અને SMS સુવિધા માટે પણ બેન્કો તમારી પાસેથી ચાર્જ લે છે. તમારે સમવજું જોઈએ કે તમે આમાંથી કયા વધારાના ચાર્જ અટકાવી શકો છો. જેથી તમારું માસિક બજેટ પણ ન બગડે.

ATM ચાર્જને લઈ રાખો સાવધાની

ATM ચાર્જને લઈ રાખો સાવધાની

હાલના સમયમાં એટીએમ સૌથી અગત્યની ચીજોમાંનું એક છે. પરંતુ જો એટીએમનો ઉપયોગ સમજી વિચારીને ન કરવામાં આવે તો તમારું બજેટ પ્રભાવિત થઈ શકે છે. દરેક બેન્ક એટીએમમાંથી માસિક ફ્રી ઉપાડની સંખ્યા નક્કી રાખે છે. આ સંખ્યા મહિનામાં 4થી 5 વખતની હોઈ શકે છે. જો તમે તેના કરતા વધુ વખત પૈસા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરો તો તમારે ચાર્જ ચુકવવો પડી શકે છે. ત્યારે એટીએમનો ઉપયોગ કરતા સમયે આ વાત ધ્યાનમાં રાખો.

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ફીઝ

ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ફીઝ

ભલે બેન્ક તમને એવું કહેતી હોય કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટકાર્ડ એકદમ ફ્રી છે, પરંતુ તેની પાછળ ઘણા હિડન ચાર્જ હોય છે. જેને આપણે જાણતા અજાણતા ચૂકવવા જ ડે છે. દાખલા તરીકે જો તમારું ડેબિટ કાર્ડ ખોવાઈ જાય તો નવું ડેબિટ કાર્ડ મેળવવા માટે બેન્ક તમારી પાસેથી ચાર્જ વસુલે છે. સાથે જ જો તમે IRCTC કે રેલવે સ્ટેશન પર કાર્ડની મદદથી ચૂકવણી કરો છો તો તમારા પર કાર્ડ વાપરવાનો ચાર્જ લગાવવામાં આવે છે. ડેબિટ કાર્ડ દ્વારા કરાયેલા વિદેશી મુદ્રાની લેવડ દેવડમાં 2થી 4 ટકાનો ચાર્જ લાગી શકે છે. આ નિયમ ક્રેડિટ કાર્ડ પર પણ લાગુ થાય છે. તેના પર તમારે એક નક્કી સમય મર્યાદા માટે વાર્ષિક મેઈન્ટેનન્સ ચાર્જ, એટીએમથી રોકડ ઉપાડવાનો ચાર્જ અને અન્ય ચાર્જ ચૂકવવા પડે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X