For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારની મોટી ગિફ્ટ, બચત યોજનાઓ પર વ્યાજદરો વધાર્યા

કેન્દ્ર સરકારે નાના રોકાણકારોને મોટી રાહત આપતા બધા જ પ્રકારની સેવિંગ ડિપોઝીટ સ્કીમ પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે નાના રોકાણકારોને મોટી રાહત આપતા બધા જ પ્રકારની સેવિંગ ડિપોઝીટ સ્કીમ પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. નાની બચત પર બચતદરો 1 ઓક્ટોબરથી લાગુ થઇ જશે. એક થી ત્રણ વર્ષના સમયથી નાની બચત ડિપોઝીટ પર વ્યાજદરોમાં 30 બેસીસ પોઇન્ટનો વધારો અને 5 વર્ષની નાની બચત ડિપોઝીટ યોજનામાં વ્યાજદરોમાં 40 બેસીસ પોઇન્ટ જેટલો વધારો કરવામાં આવ્યો છે.

પહેલા કરતા 0.40 ટકા વધારે વ્યાજ મળશે

પહેલા કરતા 0.40 ટકા વધારે વ્યાજ મળશે

અલગ અલગ સ્મોલ સેવિંગ સ્કીમો જેવી કે પીપીએફ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ વગેરે પર પહેલા કરતા 0.40 ટકા વધારે વ્યાજ મળશે. નાણાં મંત્રાલય ઘ્વારા જાહેર કરવામાં આવેલા અધિસુચનામાં કહેવામાં આવ્યું છે કે નાણાં વર્ષ 2018-19 ત્રીજા ત્રિમાસીમાં અલગ અલગ નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં સંશોધન કરવામાં આવ્યું છે.

પીપીએફ વ્યાજદર 7.6 ટકાથી વધારીને 8 કરી દેવામાં આવ્યું

પીપીએફ વ્યાજદર 7.6 ટકાથી વધારીને 8 કરી દેવામાં આવ્યું

સરકાર તરફથી પીપીએફ પર મળતા વ્યાજદરોને 7.6 ટકાથી વધારીને 8 ટકા કરી દેવામાં આવ્યું છે. તેની સાથે સાથે કિસાન વિકાસ પત્ર પર મળતા વ્યાજદરોને 7.3 ટકાથી વધારીને 7.7 ટકા કરી દેવામાં આવ્યું છે. તેની સાથે સાથે સુકન્યા સમૃદ્ધિ સ્કીમ પર મળતું વાર્ષિક વ્યાજ 8.1 ટકાથી વધારીને 8.5 ટકા કરી દેવામાં આવ્યું છે.

અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની શરૂઆત

અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની શરૂઆત

મોદી સરકારે બુધવારે નોકરિયાત લોકો માટે એક અગત્યની યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના હઠળ નોકરી ગુમાવી દેવાની હાલતમાં વ્યક્તિને આર્થિક લાભ મળશે. આ મદદ બીજી નોકરી અથવા રોજગારની શોધ દરમિયાન મળશે. તેનો લાભ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઈસી) સુવિધાવાળા કર્મચારીઓને જ મળશે. સરકારે આ યોજનાનું નામ "અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના" રાખ્યું છે.

નોકરી ગુમાવી દેવાની સ્થિતિમાં સરકાર કર્મચારીઓને આર્થિક મદદ આપશે

નોકરી ગુમાવી દેવાની સ્થિતિમાં સરકાર કર્મચારીઓને આર્થિક મદદ આપશે

આ યોજના હેઠળ કોઈ પણ કર્મચારી ઇએસઆઈસી યોજના હેઠળ રજીસ્ટર છે, તો તેને આ યોજનાઓ ફાયદો મળશે. આ યોજના હેઠળ નોકરી ગુમાવી દેવાની હાલતમાં વ્યક્તિને આર્થિક લાભ મળશે. આ પૈસા તેના ખાતામાં સીધે સીધા જમા કરાવવામાં આવશે. મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ યોજનાનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય તેની માટે એપ્લિકેશન ફોર્મેટ અને યોગ્યતા નિયમ જલ્દી જાહેર કરવામાં આવશે.

English summary
Small Savings Schemes: Interest Rates On PPF, NSC, Senior Citizens Scheme Kisan Vikas Patra Raised
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X