For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વચ્ચે SBIએ 42 કરોડ ખાતાધારકોને અલર્ટ કર્યા, ભૂલથી પણ ના કરતા આ કામ

લૉકડાઉન વચ્ચે SBIએ 42 કરોડ ખાતાધારકોને અલર્ટ કર્યા, ભૂલથી પણ ના કરતા આ કામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના 42 કરોડ ખાતાધારકોને અલર્ટ કર્યા છે. SBIએ પોતાના ગ્રાહકોને અલર્ટ કરતા મોબાઈલ ફોન પર આવી રહેલ SMS ક્લિક ના કરવાની સલાહ આપી છે. આ એક મેસેજ દ્વારા લોકોના ખાતામાં ઘૂસણકોરી કરી તેમને ચૂનો લગાવી શકાય છે. SBIએ ટ્વીટ કરી ખાતાધારકોને અલર્ટ કર્યા છે. મોબાઈલ વોલેટ કંપની પેટીએમે પણ લૉકડાઉનમાં વધતા ફ્રોડના મામલાને લઈ અલર્ટ કર્યું છે.

SBIએ ખાતાધારકોને અલર્ટ કર્યા

SBIએ ખાતાધારકોને અલર્ટ કર્યા

કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે ફ્રોડના મામલા સતત વધી રહ્યા છે. સ્ટેટ બેંકે પોતાના ખાતાધારકોને અલર્ટ કરી દીધા છે. ખાતાધારકોને SMS, ઈમેલ દ્વારા પણ અલર્ટ કરવામમાં આવ્યા છે. બેંકે ખાતાધારકોને ઈનકમ ટેક્સ રિફંડ મેસેજને લઈ અલર્ટ કર્યા છે. બેંકે સચેત રહેવાની સૂચના આપતા કહ્્યું કે જો ગ્રાહકને આવકવેરા વિભાગથી કોઈપણ સંદેશ પ્રાપ્ત થાય છે જેમાં ઈનકમ રિફંડને લઈ કોઈ પ્રોસેસની વાત કહી હોય તો સચેત રહેવું.

આ મેસેજને ભૂલથી પણ ક્લિક ના કરવો

આ મેસેજને ભૂલથી પણ ક્લિક ના કરવો

જ્યારે બેંકે પોતાના ખાતાધારકોને અપીલ કરી કે તેઓ આ ફ્રોડ મેસેજ પર વિશ્વાસ ના કરે અને મેસેજને ક્લિક ના કરે. બેંકે ખાતાધારકોને ઈનકમ ટેક્સ રિફંડને લઈ મમોકલવામાં આવી રહેલા મેસેજ ઈગ્નોર કરવાની સલાહ આપી છે. એસબીઆઈએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ સંદિગ્ધ લિંક પર ક્લિક ના કરે. એસબીઆઈની આ અપીલ પર આવકવેરા વિભાગે પણ ટ્વીટ કરી ટેક્સપેયર્સને રિફંડ આપવા મામલે મોકલાતા મેસેજ ફિશિંગ અટેક હોવાનું જણાવ્યું. આવી કોઈપણ લિંકને ક્લિક કરતા બચવાની સલાહ આપી છે.

Paytmએ અપીલ કરી

Paytmએ અપીલ કરી

પેટીએમે પણ પોતાના ખાતાધારકોને અપીલ કરી છે કે તેઓ ફેક મેસેજને લઈ અલર્ટ રહે. પેટીએમના ફાઉંડર વિજય શેખરે ચેતવણી જાહેર કરતા કહ્યું કે ગ્રાહકોએ પૈસા બેગણા કરવા જેવા ફેક મેસેજને લઈ અલર્ટ રહેવું જોઈએ. વિજય શેખરે ટ્વીટ કરી જણાવ્યું કે પેટીએમ દ્વારા પૈસા ડબલ કરવાને લઈ કોઈ સ્કીમ ચલાવવામાં આવી રહી નથી. તેમણે એક યૂઝર્સના સ્ક્રીનશૉટને શેર કરતા કહ્યું કે લોકોએ અલર્ટ રહેવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે યૂઝરને મેસેજ મોકલવામાં આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ પેટીએમથી જેટલા રૂપિયા મોકલશે તેનાથી ડબલ પૈસા ખાતામાં પાછા આવશે.

Airtel: પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને મળશે કેટલીય ઑફરAirtel: પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને મળશે કેટલીય ઑફર

English summary
SBI Alerts 42 Crore Bank account Holder, warn against fraud SMS of income tax refund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X