Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હોમ લૉન માટે SBIએ સ્પેશિયલ ઑફરની ઘોષણા કરી, જાણો

હોમ લૉન માટે SBIએ સ્પેશિયલ ઑફરની ઘોષણા કરી, જાણો

કોરોના માહામારીને પગલે આખું વિશ્વ પરેશાન છે, સ્વાસ્થ્યમાં જેટલો ઝાટકો નથી લાગ્યો તેનાથી વધુ લોકોને ધંધા રોજગાર પર ઝાટકો લાગ્યો છે, કેટલાય લોકોના રોજગાર છીનવાઈ ગયાં છે અથવા તો છીનવાવાની કગાર પર છે. ત્યારે કોઈપણ વ્યક્તિ આર્થિક સહારો મળી રહે તે માટે લોન તરફ વલણ અપનાવે છે. મોટાભાગના લોકો પોતાનું સપનાનું ઘર હોમ લોનથી જ ચણે છે, પણ સૌ કોઈ સસ્તી લોન તલાશી રહ્યા હોય છે, જો તમે પણ આવી જ કોઈ લોન શોધી રહ્યા હોવ તો આ આર્ટિકલ ખાસ તમારા માટે જ છે.

sbi

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ હોમ લોન અંગે સૌથી મોટી ઘોષણા કરી છે. બેંકે જણાવ્યું કે હોમ લોન માટે અપ્લાય કરતા ગ્રાહકોને ત્રણ લાભ થશે- એક તો લોન પર કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી નહિ લાગે, બીજું કે 30 લાખથી વધુ અને 1 કરોડથી ઓછી લોન માટે અપ્લાય કરતા જે ગ્રાહકોનો સિબિલ સ્કોર સારો હશે તેમને વ્યાજ પર 0.10% ની માફી મળશે, અને જો SBI Yono App થી અપ્લાય કરેલ હશે તો વધારેમાં 0.5% માફી મળશે.

કોરોના વાયરસ મહામારી બાદ રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટ ઘટાડીને 4% કરી દીધો ત્યારથી હોમ લોન પરના વ્યાજમાં છેલ્લા એક દશકાનો સૌથી વધુ ઘટાડો આવ્યો છે. પગારદાર ગ્રાહકોને એસબીઆઈ હાલ 6.95% થી 7.45% ના ઈન્ટરેસ્ટ રેટ પર હોમ લોન આપી રહી છે, સેલ્ફ એમ્પલોય્ડ કર્મચારીઓને એસબીઆઈ 7.10% થી 7.60% ઈન્ટરેસ્ટ રેટ પર હોમ લોન આપી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X