જો તમે પણ છો SBIના ગ્રાહક, તો 1મેથી થશે આ ફાયદો
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. બેન્કે હોમ અને ઓટોમોબાઈલ લોન પર લાગતા વ્યાજની રીત બદલી છે.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. બેન્કે હોમ અને ઓટોમોબાઈલ લોન પર લાગતા વ્યાજની રીત બદલી છે. તમને જાણીને ખુશી થશે કે દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને ગિફ્ટ આપી છે. SBIએ બચત ખાતા અને ટૂંકા ગાળાની લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: 1 એપ્રિલથી બદલાઈ જશે ઘર, ઓટો અને પર્સનલ લોન સાથે સંકળાયેલ આ નિયમ
SBIના આ નિર્ણયનું લક્ષ્ય રિઝર્વ બેન્કે નક્કી કરેલા રેપો રેટનો ગ્રાહકોને તરત જ લાભ આપવાનું છે. આવો નિર્ણય લેનારી SBI દેશની પહેલી બેન્ક છે.

બચત ખાતા પર મળશે વધુ વ્યાજ
ઉલ્લેખનીય છે કે SBI તરફથી બહાર પડાયેલા નિવેદનમાં આ નવો નિર્ણય 1 મે, 2019થી લાગુ કરવાની જાહેરાત છે. SBIના બચત ખાતા પર વાર્ષિક 3.50 ટકા વ્યાજ મળે છે. જ્યારે રિઝર્વ બેન્કે રેપો રેટ 6.25 ટકા નક્કી કર્યો છે. SBIનો આ નિર્ણય લાગુ થયા બાદ બચત ખાતા પરના વ્યાજમાં 2.75 ટકાના વધારા સાથે 6.25 ટકા થઈ જશે. જો કે આ લાભ તે જ ગ્રાહકોને મળશે જેમના ખાતામાં ઓછામાં ઓછા 1 લાખની રકમ છે. આ ઉપરાંત નવો નિર્ણય લાગુ થયા બાદ ટૂંકા ગાળાની લોનના વ્યાજ દર પણ ઘટવાની શક્યતા છે.

ગ્રાહકોને મળશે લાભ
રિઝર્વ બેન્ક સમયાંતરે રેપો રેટ બદલે છે. રેપો રેટમાં ઘટાડાથી બેન્કોને ફાયદો થાય છે અને વધારાથી નુક્સાન થાય છે. પરંતુ કેટલીકવાર રેપોરેટમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી નથી પહોંચતો એટલે ગ્રાહકોને નુક્સાન થાય છે. આ ઘટના નિવારવા SBIએ પોતાના બચત ખાતાને અને ટૂંકા ગાળાની લોનને રેપો રેટ સાથે લિંક કરવાો નિર્ણય લીધો છે. આમ કરવાથી ગ્રાહકોને સારો એવો ફાયદો થવાની આશા છે.

તાજેતરમાં જ રિઝર્વ બેન્કે ઘટાડ્યો હતો રેપો રેટ
રિઝર્વ બેન્કે ગત મહિને જ થયેલી સમીક્ષા બેઠક બાદ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો રિઝર્વે બેન્કના આ નિર્ણય બાદ બેન્કો પર લોન પર લાગુ વ્યાજ દર ઘટાડવાનું દબાણ છે. કેટલીક બેન્ક વ્યાજદરમાં 5થી 10 ટકાનો ઘટાડો કરી ચૂક્યા છે. તો કેટલીક બેન્ક 31 માર્ચ સુધી વ્યાજદર ઘટાડી શકે છે.

રેપો રેટ શું છે.
જે રેટ પર રિઝર્વ બેન્ક કમર્શિયલ બેન્ક અને બીજી બેન્કોને લોન આપે છે, તેને રેપો રેટ કહે છે. રેપો રેટ ઘટવાનો અર્થ છે કે બેન્ક તરફથી મળતી લોન સસ્તી થશે. રેપોરેટ ઘટે તો હોમ લોન, વ્હિકલ લોન પણ સસ્તા થાય છે.

રિવર્સ રેપોરેટ શું છે
જે રેટ પર બેન્કોને રિઝર્વ બેન્કમાં જમા રકમ પર વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. આ રેટનો ઉપયોગ માર્કેટમાં રોકડ નિયંત્રિત કરવામાં થાય છે. જો માર્કેટમાં રોકડ વધી જાય તો રિઝર્વ બેન્ક રિવર્સ રેપો રેટ વધારી દે છે.
30 લાખ સુધીની હોમ લોન 8.75 ટકા વ્યાજ દર તો બીજી તરફ SBI મહિલાઓે ઘરી ખરીદવાની ઉત્તમ તક આપી રહી છે. SBIમાં 30 લાખ સુધીની હોમ લોન પર 8.75 ટકા જ વ્યાજ લાગશે. જો હોમ લોન 30 લાખથી 75 લાખની વચ્ચે હશે તો સેલરાઈઝ્ડ લોકોને 8.95 ટકા અને 9.05 ટકાનું વ્યાજ લાગશે. તો મહિલાઓ માટે આ રેટ 8.90 ટકા અને 9 ટકા છે.

હોમ લોન લેવાની યોગ્યતા
SBIની હોમ લોન લેવા માટે ગ્રાહક ભારતનો નાગરિક હોવો જરૂરી છે. સાથે જ ઉંમર 18થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
