For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 એપ્રિલથી બદલાઈ જશે ઘર, ઓટો અને પર્સનલ લોન સાથે સંકળાયેલ આ નિયમ

જો તમે બેંક પાસેથી હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન લીધી હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

|
Google Oneindia Gujarati News

જો તમે બેંક પાસેથી હોમ લોન, ઓટો લોન અથવા પર્સનલ લોન લીધી હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, 1 એપ્રિલ 2019 થી બેંક લોન સંબંધિત નિયમો બદલાશે. અત્યાર સુધી બેંકો લોનના વ્યાજ દર જાતે જ નક્કી કરતી હતી અને નિર્ણય કરતી હતી કે વ્યાજદર ક્યારે વધારવાનો છે અને ક્યારે ઘટાડવાનો છે પરંતુ 1 એપ્રિલથી આ નિયમ બદલાશે. 1 એપ્રિલથી બેંકોએ આરબીઆઈના રેપો રેટ ઘટાડ્યા પછી તરત જ વ્યાજદરમાં ઘટાડો કરવો પડશે. તેનો લાભ નાના વેપારીઓને આપવામાં આવેલ લોન પર પણ લાગુ થશે.

આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારકો માટે ખાસ સમાચાર, આ ખાતામાં ડબલ વ્યાજ મળશે

આરબીઆઇના નિર્દેશ પર બદલાવ

આરબીઆઇના નિર્દેશ પર બદલાવ

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિર્દેશ પર 1 એપ્રિલથી બેંકોના વ્યાજના દર નક્કી કરવાના નિયમોમાં મોટો ફેરફાર કરશે. નવા નિયમો અનુસાર 1 એપ્રિલથી આરબીઆઈના રેપો રેટને ઘટાડ્યા પછી તરત જ બેંકોએ વ્યાજના દરમાં ઘટાડો કરવો પડશે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કરવામાં આવેલા ફેરફારોના આધારે બેંકોએ તેમના ફ્લોટિંગ રેટ લોન્સના વ્યાજ દરમાં ફેરફાર કરવો પડશે, જેનો લાભ ફ્લોટિંગ રેટ પર હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન લેનારા સાથે MSME ક્ષેત્રના કારોબારીઓને થશે.

એક્સટર્નલ બેન્ચમાર્કનો ઉપયોગ

એક્સટર્નલ બેન્ચમાર્કનો ઉપયોગ

હકીકતમાં આરબીઆઇએ સૂચના આપી છે કે વિવિધ કેટેગરીના ફ્લોટિંગ વ્યાજદર હવે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક્ડ થશે. આરબીઆઈએ દરખાસ્ત કરી છે કે 1 એપ્રિલ, 2019 થી બેંકો વર્તમાન ઇન્ટરનલ બેન્ચમાર્ક સિસ્ટમ જેવા પ્રાઇમ લેન્ડિંગ રેટ, બેઝ રેટ, માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ બેસ્ડ લેંડિંગ રેટની જગ્યાએ એક્સટર્નલ બેન્ચમાર્કનો ઉપયોગ કરશે.

નિર્ણય શા માટે લીધો

નિર્ણય શા માટે લીધો

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ વધાર્યા પછી તરત જ બેંકો વ્યાજના દરમાં વધારો કરે છે, પરંતુ રેપો રેટમાં ઘટાડા પછી તે લોન સસ્તી જલ્દી કરતા નથી. આવા કિસ્સામાં, બેંકોમાંથી લોન લેનારાઓને તેનું નુકસાન થાય છે. લોકો આ વિશે વારંવાર ફરિયાદ કરે છે. અગાઉ, આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને દર મહિને એમસીએલઆર નક્કી કરવાની સિસ્ટમ અમલમાં મૂકી હતી. તો ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ પણ સંમત થયા હતા કે રેપો રેટને ઘટાડ્યા પછી પણ બેંકો ગ્રાહકોને સંપૂર્ણ લાભ આપતી નથી.

English summary
Your Home Loans will change from 1st April 2019, Know How
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X