SBI દરેક ગ્રાહકને બેંકની તરફથી મળશે આ મોટો ફટકો!
બે વર્ષથી લઇને ત્રણ વર્ષ સુધી જો તમે કોઇ એસબીઆઇ ખાતમાં પૈસા જમા કરશો તો તમને તેની પર ખાલી 6.25 ટકા વ્યાજ મળશે.
ભારતીય સ્ટેટ બેંક તેના તમામ ગ્રાહકોને એક મોટો ફટકો લગાવવા જઇ રહી છે. બેંકે તેની જમા મૂડી પર મળતા વ્યાજમાં મોટો કાપ મૂકવાની છે. એટલે કે હવે તમને પહેલા કરતા જમા રાશિ પર વ્યાજ ઓછું મળશે. બે થી લઇને ત્રણ વર્ષ કે તેનાથી ઓછા સમય સુધી જો તમે એસબીઆઇમાં પૈસા જમા કરાવો છો તો તમને તેની પર ખાલી 6.25 ટકા વ્યાજ મળશે. નોંધનીય છે કે આ વ્યાજ પહેલા 6.75 ટકા હતું. આમ બેંકે બેઝિક પોઇન્ટમાં 0.50 ટકા કાપ મૂક્યો છે. સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.25 ટકાથી ઓછું થઇને 6.75 ટકા કરવામાં આવ્યું છે.

3-10 વર્ષ
ત્રણ વર્ષથી વધુ વખતથી લઇને 10 વર્ષ સુધી પૈસા જમા કરવાવાળા માટે પણ વ્યાજ દરમાં કાપ મુકવામાં આવ્યો છે. પહેલા આ દર 6.75 ટકા હતો હવે તે ઓછો થઇને 6.50 ટકા થઇ ગયો છે. આ રીતે ભારતીય સ્ટેટ બેંક તરફથી 25 બેઝિક પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો કાપ કર્યો છે.

રેટ નથી બદલાયા
સાત દિવસથી લઇને 2 વર્ષ એટલે કે શોર્ટ ટર્મ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ વ્યાજ દર જે પહેલા મુજબ જ રાખવામાં આવ્યા છે. સાથે જ બેંકે માર્ઝિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેડિંગ રેટ્સ એટલે કે એમસીએલઆરમાં પણ કોઇ ફેરફાર નથી કર્યો. હાલના સમયે એમસીએલઆરનો દર 8 ટકા છે.

સૌથી વધુ વ્યાજ
હાલમાં સમયમાં 1 વર્ષથી લઇને 455 દિવસો માટે કરવામાં આવેલા ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ મળી રહ્યું છે. આ સમય માટે તમને 6.80 ટકા વ્યાજ દર મળી રહ્યું છે. નવા ડિપોઝિટ માટે બેંક નવા રેટ ઓફર કરશે અને આ દર 29 એપ્રિલ 2017થી લાગુ માનવામાં આવશે.

વધુ વાંચો :
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
