SBI Share : હજુ વધુ કમાણી કરાવશે આ શેર, આ ટાર્ગેટ પ્રાઈઝ સુધી પહોંચી શકે છે

SBI Share : હજુ વધુ કમાણી કરાવશે આ શેર, આ ટાર્ગેટ પ્રાઈઝ સુધી પહોંચી શકે છે.

SBIના શેર સતત ખૂબ સારું વળતર આપી રહ્યા છે અને હજુ પણ વધુ સારું આપશે તે લગભગ નક્કી છે.

SBI Share

બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસ્વાલે SBIમાં ખરીદી કરવાની સલાહ આપતાં ખૂબ જ સારી કિંમતનો ટાર્ગેટ જારી કર્યો છે.

હાલમાં SBIના શેર તેની ઓલટાઈમ હાઈ નજીક ટ્રેડ કરી રહ્યા છે. શુક્રવારે SBIનો શેર 754.70 પર બંધ થયો હતો. જ્યારે NSE પર SBIનું એક વર્ષનું લઘુત્તમ સ્તર 501.55 છે, જ્યારે મહત્તમ સ્તર 774.60 છે. આમ SBI તેના ઓલટાઈમ હાઈ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું છે.

આ દરમિયાન બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલેએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર તેનો સંશોધન અહેવાલ જારી કર્યો છે. આ રિપોર્ટમાં મોતીલાલ ઓસ્વારે SBIનો નવો ટાર્ગેટ જાહેર કર્યો છે.

મોતીલાલ ઓસ્વાલના જણાવ્યા અનુસાર, આગામી એક વર્ષ દરમિયાન SBIના શેર 860ના સ્તરને સ્પર્શી શકે છે. આનો અર્થ એ થયો કે SBEના શેર લગભગ 16 ટકા સુધી વધી શકે છે.

બ્રોકરેજ હાઉસના જણાવ્યા મુજબ, લોન અને કોર્પોરેટ માંગમાં સુધારાને કારણે SBI FY23 થી FY26 સુધી 13-14% લોન વૃદ્ધિ માટે સારી સ્થિતિમાં છે.

SBIના શેરનું વળતર
SBIના શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 18.50 ટકા વળતર આપ્યું છે.
SBIના શેરે છેલ્લા 3 મહિનામાં લગભગ 29.09 ટકા વળતર આપ્યું છે.
1 જાન્યુઆરી 2024થી અત્યાર સુધીમાં SBIના શેરે લગભગ 17.55 ટકા વળતર આપ્યું છે.
SBIના શેરે 1 વર્ષ દરમિયાન લગભગ 39.73 ટકા વળતર આપ્યું છે.
3 વર્ષ દરમિયાન SBIના શેરે લગભગ 87.57 ટકા વળતર આપ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X