સુપ્રીમ કોર્ટે રિટેલમાં મલ્ટી બ્રાન્ડ એફડીઆઇ અંગે પીટિશન રદ્દ કરી

ન્યાયમૂર્તિ આર એમ લોઢા, ન્યાયમૂર્તિ મદન બી લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફની ખંડપીઠે જણાવ્યું કે નીતિને પ્રભાવિત કરતા હોય તેવા કિસ્સામાં આ અદાલત ત્યાં સુધી દરમિયાનગીરી નથી કરતી જ્યાં સુધી નીતિ ગેરબંધારણીય, કાયદેસરની જોગવાઇઓ વિરુદ્ધ, મનમાની, અયોગ્ય અને શક્તિનો દુરુપયોગ ના થાય.
ન્યાયમૂર્તિ લોઢાએ જણાવ્યું કે ગ્રાહક જ બજારનો રાજા છે. વચેટિયાઓ છૂટક વેપારના દુશ્મન છે. જો તેમને સમાપ્ત કરવામાં આવે તો સીધો લાભ ઉત્પાદક અને ગ્રાહકને મળશે. અદાલતે જણાવ્યું કે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇને મંજૂરી આપનારી વિવાદિત નીતિમાં સીમા બહાર કંઇ પણ કરવાનો કોઇ દોષ નથી અને તેને આપવામાં આવેલા પડકાર યોગ્ય નથી.
અરજી પર સરકારના જવાબનો ઉલ્લેખ કરીને અદાલતે જણાવ્યું કે ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ તથા અન્ય દેશોના ઉદાહરણો દર્શાવે છે કે સંગઠિત અને બિનસંગઠિત વિસ્તારો છૂટક બજારમાં સમાન રીતે એક સાથે રહી શકે છે.












Click it and Unblock the Notifications
