હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપની તપાસ માટે સુપ્રીમ કોર્ટે 6 સભ્યોની પેનલની કરી રચના
હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપ મામલે થયેલા હોબાળા બાદ સુપ્રીમ કોર્ટે હવે તપાસ માટે છ સભ્યોની એક્સપર્ટ કમિટીની રચના કરી છે.
Adani Group: હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપ સાથે તપાસની માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે હવે તપાસ માટે છ સભ્યોની એક્સપર્ટ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં ઓપી ભટ્ટ, રિટાયર્ડ જજ જેપી દેવદત્ત, નંદન નિલેકણિ, કેવી કામથ, સોમશેખરન સુંદરસન સામેલ છે. રિટાયર્ડ જજ જસ્ટીસ એએમ સાપરે આ કમિટીની અધ્યક્ષ રહેશે.

નોંધનીય છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પાદરીવાલાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિમાં 6 સભ્યોની વાત કરીએ તો, ઓપી ભટ્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન છે, નંદન નીલેકણી ઈન્ફોસિસના ભૂતપૂર્વ સહ-સ્થાપક અને ઉદ્યોગપતિ છે. કે.વી. કામથ, ઇન્ફોસિસના ભૂતપૂર્વ ચેરમેન, ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના ભૂતપૂર્વ વડા, ICICI બેન્કના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન છે. સોમશેખર સુંદરેસન વરિષ્ઠ વકીલ છે.
તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની તપાસની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓ પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યુ કે નિષ્ણાત સમિતિ બે મહિનામાં પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં ફાઇલ કરશે. આ સાથે સુપ્રીમ કોર્ટે સેબીને આ સમિતિને દરેક માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે આ સમિતિનુ કામ માળખાને મજબૂત કરવાના ઉપાયો સૂચવવાનુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
