ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી પણ લૂંટાઈ શકે છે બેન્ક અકાઉન્ટ, જાણો શું છે કારણ
હાલના સમયમાં ગૂગલ પર દરેક પ્રકારની માહિતી સહેલાઈથી મળી જાય છે. પરંતુ અહીં સર્ચ કરવું તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે.
હાલના સમયમાં ગૂગલ પર દરેક પ્રકારની માહિતી સહેલાઈથી મળી જાય છે. પરંતુ અહીં સર્ચ કરવું તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. જો તમે તમારા ગમતા સ્ટાર કે ખેલાડીઓ અંગેના સમાચાર નેટ પર સર્ચ કરો છો, તો સાવચેત રહેજો. સમજો કે મહેન્દ્રસિંહ ધોનીનું ફેન ફોલોઈંગ કરોડોમાં છે. જો તમે ધોનીના નામથી સર્ચ કરો તો વાઈરસ આવવાનો સૌથી વધુ ખતરો છે.

10 જાણીતા લોકોમાં શામેલ છે તેમના નામ
જી હાં, એમ. એસ. ધોની, સચિન તેન્ડુલકર કે સની લિયોની અંગેનું કન્ટેન્ટ સર્ચ કરો છો, તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. આ ત્રણેય નામ એ 10 પોપ્લુયર લોકોના નામમાં સામેલ છે, જે અંગે સર્ચ કરવાથી તમે ફસાઈ શકો છો. ઉલ્લેખનીય છે કે આ માહિતી McAfeeના રિસર્ચ પર આધારિત છે. આ લિસ્ટમાં ધોનીનું નામ પહેલા નંબરે છે. આ લિસ્ટમાં બીજા પણ લોકોના નામ સામેલ છે.

આ સ્ટડીમાં ભારતના ટોપ 10 આ છે.
એમ.એસ.ધોની
સચિન તેન્ડુલકર
ગૌતમ ગુલાટી
સની લિયોની
બાદશાહ
રાધિકા આપ્ટે
શ્રદ્ધા કપૂર
હરમનપ્રીત કૌર
પી.વી. સિંધુ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

સાઈબર ક્રાઈમનો બની શકો છો શિકાર
તમને જણાવી દઈએ કે McAfee પ્રમાણે આ વ્યક્તિઓ અંગેનું ફ્રી કન્ટેન્ટ સર્ચ કરવાથી તમે ખતરનાક વેબસાઈટ્સ, માલવેર અથવા તો અન્ય રિસ્કી પરિણામો તરફ જઈ શકો છો. તેનાથી તમે સાઈબર ક્રાઈમના શિકાર બની શકો છો. તો સાઈબર ક્રાઈમને અંજામ આપનાર લોકો તમને ફસાવવા આ નામથી ફસાવી શખે છે. વેબસાઈટ્સ દ્વારા માલવેર ઈન્સ્ટોલ કરાવીને તે તમારી ખાનગી માહિતી અને પાસવર્ડ ચોરી શકે છે. તમને જણાવી દઈએ કે McAfee દ્વારા મળતી માહિતી પ્રમાણે બેન્ક છેતરપિંડી, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન શોપિંગ અંગેના ફ્રોડ, વાઈરસનો ખતરો એવા મુદ્દા છે, જેના તમે આવી લિંક પર ક્લિક કરીને શિકાર બની શકો છો.

હેકર્સ કરી શકે છે બેન્કની છેતરપિંડી
યુઝરની માહિતી મેળવીને હેકર્સ તેમની બેન્કની માહિતી, ડિપોઝિટ અને બીજી ફાઈનાન્સિયલ માહિતીનો ગેરકાયદે ઉપયોગ કરી શકે છે. હેકર્સ લોકોની ખાનગી માહિતી, બેન્ક અંગેની માહિતી જેમ કે અકાઉટ કે ક્રેડિટ કાર્ડ નંબર એક કોડ ઈન્સ્ટોલ કરીને મેળવી શકે છે. આ રીતે જ તેઓ છેતરપિંડીને અંજામ આપી શકે છે. McAfee Indiaના વાઈસ પ્રેસિડેન્ટ વેન્કટ કૃષ્ણાપુરના કહેવા પ્રમાણે ઈન્ટરનેટની પહોંચ વધવ્યા બાદ યુઝર્સ માટે આખી દુનિયાના કોન્ટેટ સુધી પહોંચવું સરળ બન્યું છે. ભારતમાં જ્યારથી સબ્સ્ક્રિપ્શન આધારિત કોન્ટેન્ટ પ્લેટફોર્મ્સ વધ્યા છે, ત્યારથી લોકો ફ્રી કે પાઈરેટેડ કોન્ટેન્ટ વધુ જોવા લાગ્યા છે, જેમાં ફિલ્મો, ટીવી શો સ્પોર્ટ અંગેના કોન્ટેન્ટ વધુ જોવાય છે.
આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ: SIP દ્વારા જોરદાર કમાણી, આ છે આંકડા












Click it and Unblock the Notifications
