For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેબીને ચોક્કસ કેસમાં કૉલ ડેટા મળી શકે : ચિદમ્બરમ

|
Google Oneindia Gujarati News

p-chidambaram
નવી દિલ્હી, 19 નવેમ્બર : નાણા પ્રધાન પી ચિદમ્બરમે કહ્યું છે કે શેર બજાર નિયામક સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને કોઇ ખાસ વિચારાધીન કેસમાં ફોન કૉલ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરાવમાં આવી રહી છે. પણ, સેબીને સીધા ફોન કૉલ ટેપ કરવાનો અધિકાર આપવામાં આવશે નહીં.

ચિદમ્બરમે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે "સંબંધિત એજન્સીઓ મારફતે કૉલ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેની પાસે સીધા ફોન કૉલ ટેપ કરવાનો અધિકાર નહીં હોય. જરૂરી વ્યવસ્થાઓ મારફતે તેને રોકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. આ દિશામાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ચિદમ્બરમ શેર બજાર સાથે સંકળાયેલી બાબતોની તપાસના ક્રમમાં ફોન કૉલ રેકોર્ડની માંગ સુધી પહોંચેલી સેબીની માંગ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા."

આતંકવાદીઓ દ્વારા શેર બજારમાં મૂડી રોકવા અંગે ચિદમ્બરમે જણાવ્યું કે આવી કમાણી શેર બજારમાં રોકવાના સંબંધમાં સેબી જરૂર તપાસ કરશે.

તેમણે એમ પણ માન્યું કે આ મુદ્દે ગૃહ મંત્રાલયના અધિકાર વિસ્તારમાં આવે છે. ચિદમ્બરમે જણાવ્યું કે હું શેર બજારમાં આતંકવાદીઓ દ્વારા રોકવામાં આવતા નાણાની તપાસ કરી શકુ એમ નથી. જો કાળા નાણા શેર બજારમાં રોકવામાં આવી રહ્યા છે તો મને વિશ્વાસ છે કે આ બાબત સેબી જોશે. ગુપ્ત માહિતી સેબીને આપવામાં આવે છે. સેબી સિવાય આ પ્રકારના કેસની તપાસ કરાવવા માટે આપણી પાસે બીજી કોઇ સંસ્થા નથી.

English summary
SEBI to get call data records in specific cases : Chidambaram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X