સેબી ટૂંક સમયમાં 'ફ્રન્ટ રનિંગ'ને પુન:વ્યાખ્યાયિત કરશે : સિન્હા

સેબીના આદેશને પગલે રચવામાં આવેલી ટ્રિબ્યુનલ એસએટીના એક કેસના સંદર્ભમાં સેબીએ આમ જણાવ્યું હતું. સેબીએ જણાવ્યું કે "ફ્રન્ટ રનિંગ એક ગુનો છે અને તેમાં ઘણા સુધારા કરવાની જરૂર છે. ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમો અલગ છે. આ કારણે ફ્રન્ટ રનિંગના નિયમો પર ફરી નજર કરવાની જરૂર છે."
આ અંગે સેબીના ચેરમેન ઉપેન્દ્ર કુમાર સિંહાએ જણાવ્યું કે "ફ્રન્ટ રનિંગ ગેરકાયદેસર પ્રેક્ટિસ છે. જેમાં સ્ટોક બ્રોકર તેમના ક્લાયન્ટના એકાઉન્ટના આધારે ઓર્ડર્સ આપે છે. અને પેન્ડિંગ ઓર્ડર્સનો ફાયદો ઉઠાવે છે. ફ્રન્ટ રનર્સ સિક્યુરિટીના ખરીદ વેચાણમાં ગુપ્ત રાખવાની માહિતીનો ઉપયોગ કરે છે."
આ મહિનાના પ્રારંભમાં સિક્યુરિટિઝ એપલેટ ટ્રિબ્યુનલ (સેટ) દ્વારા ફ્રન્ટ રનિંગ કરવા બદલ ત્રણ વ્યક્તિઓને દંડિત કરી હતી. જુદી જુદી વ્યક્તિઓને આવરી લેતો આ પ્રથમ કિસ્સો હતો. જેના કારણે કાયદો કેટલો કારગત છે તેની સામે પ્રશ્ન ઉભો થયો હતો. સેબીએ માર્કેટમાંથી ત્રણ વ્યક્તિઓને પકડીને બે વ્યક્તિઓ પર રૂપિયા 1.13 કરોડનો દંડ ફટકાર્યો હતો.












Click it and Unblock the Notifications
