બીજા ત્રિમાસિક ગાળામાં 5.3 ટકાનો વૃદ્ધિદર ધાર્યાં કરતાં ઓછો : ચિદમ્બરમ

જુલાઇથી સપ્ટેમ્બર 2012ની બીજા ત્રિમાસિક ગાળામાં ઘરેલુ વૃધ્ધિદર અંગેના સત્તાવાર આંકડાઓની ઘોષણા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા પી ચિદમ્બરમે જણાવ્યું કે "વૃદ્ધિદર અમારી આશા કરતા ઓછો આવ્યો છે. જીડીપી વૃધ્ધિદર એક વર્ષ પહેલા 6.7 ટકા રહ્યો હતો. આ વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિદર 5.5 ટકા રહ્યો હતો. 30 સપ્ટેમ્બરે સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ 1.2 ટકા રહી હતી. જો કે પાઠલા વર્ષે તેમાં આ દરમિયાન 3.1 ટકા વૃધ્ધિ નોંધવામાં આવી હતી."
તેમણે જણાવ્યું કે આ વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્રની વૃદ્ધિ પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ સારી રહી, જો કે આ વૃદ્ધિ હજી પણ ઓછી છે. પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળાના વૃદ્ધિદર મુજબ આ વર્ષે પ્રથમ છ માસિક ગાળામાં વૃદ્ધિદર 5.4 ટકા રહ્યો છે. જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 7.3 ટકાના સ્તરે હતો.












Click it and Unblock the Notifications
