For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘર વેચો છો? કેપિટલ ગેઇન્સ ટેક્સમાં થયેલા મહત્વના સુધારા જાણો

|
Google Oneindia Gujarati News

જો આપ રિયલ એસ્ટેટ કે મકાન ખરીદ્યાના ત્રણ વર્ષમાં જ તેને વેચીને મૂડી લાભ મેળવી રહ્યા હોવ તો આપે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ચૂકવવો પડશે. બજેટ 2014માં મૂડી લાભ કર નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાને પગલે સ્થાવર મિલકત વેચવા માંગતા તમામ લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. આ સુધારાને કારણે પહેલા જે લાભ મળતો હતો તે હવે નહીં મળે.

2-property

A. માત્ર એક રહેંણાક મકાન પર કર મુક્તિ
સ્થાવર મિલકતો પર તમે બીજું મકાન ખરીદો ત્યારે કરમુક્તિ મળે છે. જો કે આ લાભ તમને ત્યારે જ મળશે જ્યારે પ્રથમ મકાન વેચ્યાના એક વર્ષ બાદ અને બે વર્ષ થતા પહેલા તમે બીજી મિલકત કે મકાન ખરીદો.

સુધારા પહેલાની સ્થિત
સુધારો થતા પહેલા આ પ્રકારની કોઇ મર્યાદા ન હતી. પહેલા મૂડી લાભ મેળવવા માટે દુનિયામાં તમે ગમે ત્યાં એક મિલકત વેચીને બીજી ખરીદી શકતા હતા. આમ તમે એક કરતા વધારે મિલકતો ધરાવી શકતા હતા અને તમામ રકમ પર કર રાહતનો દાવો કરી શકતા હતા.

સુધારા પછીની સ્થિતિ
હવે, આપ માત્ર ભારતમાં કોઇ પણ એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર કર લાભનો દાવો કરી શકો છો. આથી આપ વધારે મકાન ખરીદશો તો પણ આપને એક જ મિલકત પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન બેનિફિટ મળશે.

B. રૂપિયા 50 લાખ સુધીની મિલકત પર કર લાભ
જો આપ ચોક્કસ બોન્ડમાં રોકાણ કરો છો તો રિયલ એસ્ટેટના લોંગ ટર્મ કેપિટલ ટેક્સ ગેઇનમાં છુટ મળે છે. આ લાભ લેવા માટે આપે આપની પ્રોપર્ટીના વેચાણના છ મહિના અથવા ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા બંનેમાંથી જે વહેલું હોય તેમાં લાભ મળે છે.

સુધારા પહેલાની સ્થિતિ
પહેલા આપ રૂપિયા એક કરોડ (સતત બે નાણાકીય વર્ષ સુધી પ્રત્યેક વર્ષે રૂપિયા 50 લાખ)ના બોન્ડમાં રોકાણ કરી શકતા હતા. આમ છતાં પૂરી રકમ રૂપિયા 1 કરોડ પર કર લાભ મળતો હતો.

સુધારા પછીની સ્થિતિ
હવે આપ મૂડી લાભ મેળવવા માટે એક વર્ષે માત્ર રૂપિયા 50 લાખ સુધીનું રોકાણ બોન્ડમાં કરી શકો છો. તેના કારણે આપને રૂપિયા 50 લાખ સુધીની રકમ પર છુટ મળી શકે છે. જો આ રકમ કરતા વધારે રોકાણ કરવામાં આવે તો આપે લાંબા ગાળાના મૂડી લાભ પર મૂડી લાભ કર ચૂકવવો પડે છે.

C. અમાન્ય ટોકન નાણા પર કર
પ્રોપર્ટી બુક કરાવવા માટે એડવાન્સ પેટે ચૂકવવામાં આવેલી રકમ અંગે પણ સુધારો કરવામાં આવ્યો છે. જે અનુસાર આ રકમને અમાન્ય ગણાવીને પ્રોપર્ટીની બદલી કરી શકાતી નથી.

સુધારા પહેલાની સ્થિતિ
પહેલા અગાઉથી ચૂકવેલી રકમ મિલકતના વેચાણ વર્ષમાં હસ્તગત કરવામાં વપરાયેલી રકમમાંથી બાદ મળતી હતી.

સુધારા પછીની સ્થિતિ
વાટાઘાટ સમયે અગાઉથી મળેલી રકમ મિલકતની બદલી ના થાય તો અન્ય સ્રોતમાંથી મળેલી આવકમાં ગણવામાં આવે છે.

તારણ :
આ સુધારા આકારણી વર્ષ 2015-16થી અમલી બનશે. આ કારણે તમે જો મકાન વેચવા માંગતા હોવ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન પરનો ટેક્સ કેવી રીતે બચાવવો તે વિચારવું જોઇએ.

English summary
Selling a house? Know the important amendments made in capital gains tax.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X