For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 806.89 પોઇંટ ઘટીને બંધ, નિફ્ટી 251.45 પોઇન્ટ ઘટ્યો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પર છે અને ભારતીય શેર બજારમાં આ દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 806.89 પોઇન્ટ તૂટીને 40,363.23 ની સપાટીએ બંધ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પર છે અને ભારતીય શેર બજારમાં આ દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 806.89 પોઇન્ટ તૂટીને 40,363.23 ની સપાટીએ બંધ રહ્યો છે. જ્યારે નિફ્ટી 251.45 પોઇન્ટ ઘટીને 11,832 ના સ્તર પર બંધ રહ્યો છે. તે જ સમયે, આજે ખુલતા શેર બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે 497 અંક ઘટીને 40673 પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 146 પોઇન્ટ ગુમાવી 11935 પર પહોંચી ગયો છે.

Sensex

સોમવારે સવારે કારોબારમાં ટાટા સ્ટીલ ટોચના ઘટાડામાં સામેલ છે, ત્યારબાદ એચડીએફસી, આઇટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, મારૂતિ, હીરો મોટોકોર્પ, એનટીપીસી છે. બીજી તરફ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, સન ફર્મ અને એચયુએલને ટોચના લાભ મેળવનારાઓમાં સ્થાન મળ્યું છે. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો રૂપિયો 30 પૈસા તૂટી ગયો છે અને એક ડોલરની સામે 71.94 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.

આ પહેલા ગુરુવારે, વૈશ્વિક અર્થતંત્રમાં કોરોના વાયરસને કારણે મોટો ઘટાડો નોંધાયો હતો. જ્યાં સેન્સેક્સ 152.88 પોઇન્ટ ઘટીને 41,170.12 ના સ્તર પર સ્થિર થયો છે. નિફ્ટીમાં પણ 45.05 પોઇન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. નિફ્ટી 12,080.85 પર બંધ રહ્યો હતો. બુધવારે બજારમાં તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો: તાજ મહેલ 12:30 વાગ્યેથી બંધ, આને જોવા વાળા ટ્રમ્પ યુએસના ત્રીજા રાષ્ટ્રપતિ, 3000 કલાકારો કરશે સ્વાગત

English summary
Sensex down 806.89 points, Nifty down 251.45 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X