વધારા સાથે ખૂલ્યા બાદ માર્કેટમાં વધઘટનું વલણ

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર છેલ્લા 6 સેશનના 593 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.30 ટકા એટલે કે 56.22 પોઇન્ટ વધીને 18,365.59 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, આઇટી અને ઓટો શેર્સમાં રિકવરી જોવા મળી હતી.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.18 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 10.25 પોઇન્ટ વધીને 5,584.30 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે નેગેટિવ વલણ બાદ ફંડ અને છૂટક રોકાણકારોએ નવી ખરીદી કરતા માર્કેટ ઉંચકાયું હતું. આ ઉપરાંત ભારતીય માર્કેટ પર એશિયાના બજારોમાં જોવા મળેલા પોઝિટિવ વલણની પણ અસર જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
