For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં દિવાળી ધમાકો, પહેલી વાર સેન્સેક્સ 43000ને પાર

જ્યાં રાજકીય જગતમાં ઉથલપાથલ ચાલુ છે ત્યાં શેર બજારમાં આજે નવો રેકોર્ડ બની ગયો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણી સાથે સાથે ઘણા રાજ્યોમાં થયેલી પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી ચાલી રહી છે. દેશમાં રાજકીય માહોલ ગરમ છે. જ્યાં રાજકીય જગતમાં ઉથલપાથલ ચાલુ છે ત્યાં શેર બજારમાં આજે નવો રેકોર્ડ બની ગયો. દિવાળી પહેલા શેર બજારમાં ધમાકો થઈ રહ્યો છે. શેર માર્કેટમાં નવા રેકોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. સેન્સેક્સ પહેલી વાર 43000ને પાર થઈ ગયો છે.

share market

બીએસઈ સેન્સેક્સે પોતાના ઈતિહાસમાં પહેલી વાર 43000નો આંકડો પાર કર્યો છે. વળી, નિફ્ટી 12600ને પાર પહોંચી ગઈ છે. સવારે 11 વાગ્યા આસપાસ સેન્સેક્સ આજે 43,118.11ની ઉંચાઈએ પહોંચી ગયો. વળી, નિફ્ટી 12,598.35ના સ્તરે પહોંચી ગયો છે. બજાર ખુલવા સાથે જ આજે સેન્સેક્સ 362 પોઈન્ટનો વધારો થયો જે આગળ પણ ચાલુ રહેશે. સેન્સેક્સ સાથે નિફ્ટીએ પણ ત્રણ વાર ઉંચાઈનો નવો રેકોર્ડ બનાવ્યો છે અને નિફ્ટી આજે 12,461.05 પર બંધ થયો.

આજના ટૉપ શેર બજાર

બજારના ટૉપ શેરની વાત કરીએ તો આજે 30માંથી 27 શેર લીલા રંગના નિશાન સાથે બંધ થયા. બજાજ ફિનસર્વ, મારુતિ અને આઈટીસીને છોડીને બાકી બધા શેર ગ્રીન લાઈન સાથે બંધ થયા છે. બેંક અને પાવર સેક્ટરે સારુ પર્ફોર્મ કર્યુ છે. બંને સેક્ટરમાં 2-2 ટકાનો વધારો જોવા મળ્યો. આજે સેન્સેક્સના શાનદાર પ્રદર્શનની અસર દેખાઈ અને બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ પણ 165 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો. આજે એચડીએફસી બેંકનો માર્કેટ કેપ પણ પહેલી વાર 7.60 લાખ કરોડને પાર જતો રહ્યો. નિફ્ટીમાં ઈંડસઈંજ બેંક અને બજાજ ફાઈનાન્સના શેરમાં 7 ટકાનો વધારો થયો. એલએન્ડીટીના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો. વળી, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકના શેર પણ ઝડપથી વધ્યા.

કેમ આવી શેર બજારમાં તેજી

બજારના જાણકારોના જણાવ્યા મુજબ કોરોના વાયરસની વેક્સીન વિશે આવેલા સકારાત્મક સમાચારોના કારણેે શેર બજારમાં તેજી જોવા મળી. કોરોના વેક્સીનના સમાચારોના કારણે બજારમાં રોનક પાછી આવી રહી છે. વળી, Pfizer Ltdના શેરોમાં 19.8 ટકાની તેજી જોવા મળી.

bihar election result 2020: કેવટી પર BJPના મુરારી મોહનની જીતbihar election result 2020: કેવટી પર BJPના મુરારી મોહનની જીત

English summary
Sensex hits 43,000-mark for first time ever, Nifty above 12,600
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X