સુધારાની આશાએ માર્કેટમાં સકારાત્મક વલણ

market-bull
મુંબઇ, 22 નવેમ્બર : આજે દિવસની શરૂઆતમાં બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ 64 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યો હતો. ગઇકાલે ફંડ અને છૂટક રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગ કરતા સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું.

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 131.06 પોઇન્ટના વધારા બાદ આજે 0.35 ટકા એટલે કે 63.83 પોઇન્ટ વધીને 18,534.21 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. માર્કેટમાં તમામ ઇન્ડિકેટર્સ સકારાત્મક જોવા મળ્યા હતા અને સરેરાશ 0.61 ટકા સુધી ઉપર ગયા હતા. આ સેશનમાં ખાસ કરીને રિયલ્ટી, ઓઇલ, ગેસ અને મેટલના શેર્સમાં રિકવરી જોવા મળી હતી.

બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 14.30 પોઇન્ટ વધીને 5,629.10 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં નવી ખરીદીને કારણે સકારાત્મક વલણ જોવા મળ્યું છે. આ ઉપરાંત માર્કેટ પર સંસદમાં શિયાળુ સત્ર દરમિયાન અર્થતંત્રને મદદરૂપ કેટલાક સુધારાવાદી નિર્ણયો લેવામાં આવશે તેવી આશા બાંધવામાં આવી છે. જેના કારણે સકારાત્મક વલણ વધતા માર્કેટમાં લેવાલીનો માહોલ છે.

ગઇકાલે અમેરિકાના બજારોમાં તેજીના વલણ બાદ આજે સવારે એશિયાના બજારોમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું તેના કારણે ભારતીય બજારમાં વધારો જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X