For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ હાઇ પર પહોંચ્યા : SBIમાં તેજી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 17 નવેમ્બર : આજે સેન્સેક્સ અને નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઓઇલ એન્ડ ગેસના સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી.

આજે રેકોર્ડ હાઇ 131 પોઇન્ટ વધીને 28,177 પોઇન્ટ વધ્યું હતું. જ્યારે નિફ્ટી 8430 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. એસબીઆઇ અને ઓઇલ એન્ડ ગેસના સ્ટોક્સ ઉપરાંત હીરો માટો કોર્પ અને ભારતી એરટેલ. આ ઉપરાંત નિફ્ટી સ્ટોક્સમાં આઇસીઆઇસીઆઇ બેંક અને કોલ ઇન્ડિયા જેવા સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

personal-finance-investment-3

દેશની અગ્રણી બ્રોકરેજ હાઉસ કંપનીઓએ ટાટા મોટર્સના સ્ટોકને અપગ્રેડ કર્યો ત્યાર બાદ તેમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત JSW એનર્જીના સ્ટોક્સમાં 11 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કંપની જયપ્રકાશ પાવર વેન્ચર પાસેથી બે હાયડ્રોપાવર ખરીદવા માટે રાજી થતાં તેના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.

પીએસયુ બેંકો સારું ટ્રેડિંગ સેશન ધરાવે છે. તેમાં એસબીઆઇ અને અન્ય સ્ટોક્સને કારણે તેજી જોવા મળી હતી. જેમાં કેનેરા બેંક, આંધ્ર બેંક, બેંક ઓફ બરોડા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રિયલ્ટી સ્ટોક્સમાં પણ તેજી જોવા મળી છે. જેમાં ડીબી રિયલ્ટી અને અનંત રાજનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત યુરોપના બજારો જાપાનમાં મંદીના સમાચારને કારણે તૂટ્યા હતા. જાપાનનો નિક્કેઇ મંદીના ડેટાને કારણે કકડભૂસ થયો હતો.

English summary
Sensex, Nifty Close at Another Record High: SBI Rallies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X