For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 625 પોઈન્ટ ગગડ્યો

શુક્રવારે શેર બજારમાં અચાનક ભારે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ગગડીને 36000ના સ્તરની નીચે જઈ પહોંચ્યો.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે શેર બજારમાં અચાનક ભારે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ગગડીને 36000ના સ્તરની નીચે જઈ પહોંચ્યો. જ્યારે નિફ્ટી 193.35 પોઈન્ટના ઘટાડા સાથે 10,758 પર પહોંચી ગયો. દુનિયાભરના બજારમાં ઘટાડો અને ઘરેલુ બજારમાં વેચવાળીની અસર સેન્સેક્સ પર પણ પડી અને બપોરે 2 વાગેને 37 મિનિટે 625.58 પોઈન્ટના ઘટાડા સાથે 35,806 સુધી જઈ પહોંચ્યો.

sensex

આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 53 પોઈટના વધારો મેળવ્યો હતો પરંતુ 36432ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 8 પોઈન્ટના ઘટાડા સાથે 10959ના સ્તર પર બંધ થયો હતો. જો કે બુધવાર અને મંગળવારે સેન્સેક્સે વધારો મેળવ્યો હતો પરંતુ શુક્રવારે દુનિયાભરના બજારોમાં ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર પણ પડી.

બજારના જાણકારોનું કહેવુ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો પર સુરક્ષા દિવાલ માટે ભંડોળ માંગવાના વિવાદના કારણે બજારમાં ઘટાડો આવ્યો છે. જ્યારે અમેરિકામાં સંઘીય સરકારનું કામકાજ બંધ થવાથી ઘણા એશિયાઈ બજાર પર પણ આની અસર પડી છે. સેન્સેક્સે ઘટાડા સાથે આજના વેપારની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ પટિયાલા હાઉસ કોર્ટે વચેટિયા મિશેલ સામે જારી કર્યુ પ્રોડક્શન વોરન્ટઆ પણ વાંચોઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ પટિયાલા હાઉસ કોર્ટે વચેટિયા મિશેલ સામે જારી કર્યુ પ્રોડક્શન વોરન્ટ

English summary
sensex nifty dive 1 percent weak global cues, sensex down by 625 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X