ધનતેરસના દિવસે સ્ટૉક માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યુ, સેંસેક્સમાં 200 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 19350 ઘટ્યો
Stock Market Opening: ગુરુવારે યુએસ માર્કેટમાં ઘટાડા બાદ આજે સવારે નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. જેની અસર આજે શેરબજારમાં ઘટાડા સાથે શરૂ થઈ છે. આજે ધનતેરસ છે અને શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે.
આજે BSE સેન્સેક્સ લગભગ 201.50 પોઈન્ટના કડાકા સાથે 64630.70 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50.50 પોઈન્ટના ઘટાડા સાથે 19344.80 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. આજે BSEમાં કુલ 2,103 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું હતું.

આજે ટ્રેડ થયેલી કંપનીઓમાંથી લગભગ 1,067 શેરો લાભ સાથે અને 923 ઘટાડા સાથે ખુલ્યા હતા. જ્યારે 113 કંપનીઓના શેરના ભાવ વધ્યા કે ઘટ્યા વગર ખુલ્યા હતા. આ સિવાય આજે 67 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે અને 13 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આજે સવારથી 80 શેરમાં અપર સર્કિટ અને 41 શેરમાં લોઅર સર્કિટ લાગી છે.
આજના ટોપ ગેનર
અદાણી એન્ટરપ્રાઈઝના શેર લગભગ રૂ. 12ના વધારા સાથે રૂ. 2,227.00 પર ખૂલ્યા હતા.
એચડીએફસી લાઇફનો શેર આશરે રૂ. 4ના વધારા સાથે રૂ. 624.95 પર ખૂલ્યો હતો.
ONGCનો શેર આશરે રૂ. 1ના વધારા સાથે રૂ. 193.70 પર ખૂલ્યો હતો.
પાવર ગ્રીડ કોર્પોરેશનનો શેર આશરે રૂ. 1ના વધારા સાથે રૂ. 211.00 પર ખૂલ્યો હતો.
અદાણી પોર્ટનો શેર લગભગ રૂ. 4ના વધારા સાથે રૂ. 810.00 પર ખૂલ્યો હતો.
આજના ટોપ લૂઝર
ટાઇટન કંપનીનો શેર લગભગ રૂ. 31ના ઘટાડા સાથે રૂ. 3,252.95 પર ખૂલ્યો હતો.
ડૉ. રેડ્ડીઝ લેબના શેર લગભગ રૂ. 50ના ઘટાડા સાથે રૂ. 5,408.00 પર ખુલ્યા હતા.
ઇન્ડસઇન્ડ બેન્કના શેર લગભગ રૂ. 13ના ઘટાડા સાથે રૂ. 1,494.85 પર ખૂલ્યા હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર આશરે રૂ. 11ના ઘટાડા સાથે રૂ. 1,541.20 પર ખૂલ્યો હતો.
નેસ્લેનો શેર રૂ. 125ના ઘટાડા સાથે રૂ. 24,101.60 પર ખૂલ્યો હતો.












Click it and Unblock the Notifications
