500 અંક સાથે સેન્સેક્સ સાથે શેરબજાર ફરી પડ્યું

Written By:
Subscribe to Oneindia News

સપ્તાહના છેલ્લા વેપાર દિવસે શેર બજારમાં ધડાકાભેર પડ્યું છે. શુક્રવારે સેન્સેક્સ 501.99 અંક સાથે પડીને 33,911.17 સ્તરે પહોંચ્યું છે. ત્યાં જ નિફ્ટી પણ 170 અંકો સાથે પડ્યું છે. અને 10,400 પર પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર રજૂ થયા પછી એક પછી એક બજાર પડી રહ્યું છે. બીએસઇના બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સના પણ 30 શેરો પડતા સેંન્સેક્સ 550 અંકોથી વધુ પડી ગયું છે. ગુરુવારે વેપારમાં ડાઓ જોન્સ 1,033 અંક એટલો 4.15 ટકાથી પડ્યું હતું અને 23,860 અંક પર બંધ થયું હતું.

sensex

ત્યાં જ નૈસ્ડૈક 275 અંક એટલે કે 3.90 અંક પાડીને 6,777 અંક પર બંધ થયું છે. જો વાત એશિયાઇ બજારોની કરીને તો જાપાનના નિક્કોઇ 705 અંકથી તૂટીને 21,186 અંક પર વેપાર કરી રહી રહ્યો છે. રિલાયન્સ, એસબીઆઇ, સનફાર્મા, આઇટીસી અને મારુતિના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં જ ટાટા સ્ટીલ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. આમ વિદેશોથી લઇને ભારતની શેરબજાર માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. ભારતમાં બજેટ રજૂ થયું ત્યાંથી શેરબજારમાં જોવા જેવો ઉછાળો જોવા મળ્યો નથી.

English summary
Sensex Plunges Over 500 Points NSE Nifty share market bse Mumbai. Read more news on this here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.