For Quick Alerts
For Daily Alerts
સેન્સેક્સ પ્રારંભિક ટ્રેડમાં 181 પોઇન્ટ ઉછળ્યો
મુંબઇ, 28 સપ્ટેમ્બર : વૈશ્વિક બજારોમાં જોવા મળેલી તેજીને પગલે આજે ફરી લેવાલી નિકળતા બીએસઇ સેન્સેક્સ સવારના સેશનમાં 181 પોઇન્ટ વધીને ટ્રેડ થઇ રહ્યો હતો.
અગાઉના સેશનમાં એ ગ્રુપના 30 શેર્સ 115 પોઇન્ટ ધટીને બંધ રહ્યા હતા તે સવારના સેશનમાં 181.41 પોઇન્ટ એટલે કે 0.98 ટકાના ઉછાળા સાથે ખૂલ્યા હતા અને 18,760.91ની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા. મેટલ, પાવર, ઓટો ઇન્ડેક્સમાં પણ 1.33 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
આજે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.86 ટકા એટલે કે 48.90 પોઇન્ટના વધારા સાથે ખૂલીને 5,698ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. ફંડ અને રિટેલ રોકાણકારો દ્વારા નવી ખરીદી અને વૈશ્વિક બજારોમાં આર્થિક સુધારાની શક્યતાઓને પગલે જોવા મળેતી તેજીના પગલે ભારતીય માર્કેટમાં તેજી જોવા મળી છે.
આજે જાપાનનો નિક્કી 0.41 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.60 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.