For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે શેર બજાર ધડામ, સેંસેક્સ 500 અંક ગગડ્યો

ઈરાન-અમેરિકાના તણાવ વચ્ચે શેર બજાર ધડામ, સેંસેક્સ 500 અંક ગગડ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકાએ જેવી રીતે ઈરાન વિરુદ્ધ મોટી સૈન્ય કાર્યવાહી કરી છે તે બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. બંને દેશ વચ્ચે વધતા તણાવ વચ્ચે આજે શેર બજારમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. આજે શેર બજાર એક ટકા ગગડ્યું, લોકોએ ભારે બિકવાલી કરી, જેને પગલે સેંસેક્સ 500 અંક નીચે ગગડ્યો. જણાવી દઈએ કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા રોકાણકારોને ડર છે કે તેની સીધી અસર બજાર પર પડશે, જેને પગલે ગ્રાહકો બિકવાલી કરી રહ્યા છે.

Share market

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ, સેંસેક્સમાં 500 અંકની ગિરાવટ નોંધાઈ છે, જે કુલ 1.1 ટકાની ગિરાવટ છે. આ ગિરાવટની સાથે સેંસેક્સ 41000 અંક સુધી પહોંચી ગઈ છે. પાવર ગ્રિડના શેર 2 ટકા ગગડ્યા, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, મારુતિ સુજુકી, એશિયન પેન્ટના શેરમાં પણ 2 ટકાના કડાકો નોંધાયો છે. જો કે બીજી તરફ ટાઈટન, એચસીએલ ટેક, ટીસીએસના શેરમાં ગ્રોથ જોવા મળ્યો છે અને આમના શેરમાં 1 ટકાનું ગ્રીન સિગ્નલ નોંધાયું છે. નિફ્ટીની વાત કરીએ તો આમાં પણ ગિરાવટ જોવા મળી છે.

સતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજના ભાવસતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો આજના ભાવ

નિફ્ટીમાં કુલ 153 અંકોની ગિરાવટ નોંધાઈ છે. 1.25 ટકાની ગિરાવટ સાથે નિફ્ટી 12070 સુધી પહોંચી ગયો છે. મોટાભાગના નિફ્ટીના શેરમાં ગિરાવટ જોવા મળી છે. નિફ્ટીમાં લિસ્ટ પબ્લિક સેક્ટર બેંકમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઑટો સેક્ટરના શેરમાં પણ 1.4 ટકાની ગિરાવટ જોવા મળી છે.

ઈરાક-અમેરિકાના ઝઘડાની વચ્ચે આ દેશમાં સોનાની કિંમત 70 હજારને પાર પહોંચીઈરાક-અમેરિકાના ઝઘડાની વચ્ચે આ દેશમાં સોનાની કિંમત 70 હજારને પાર પહોંચી

English summary
Sensex slumps 500 points amid Iran-US tensions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X