અમેરિકી પેકેજ અને ડિઝલ ભાવ વધારાના પગલે સેંસેક્સમા 372 પોઇન્ટનો ઉછાળો

આ ઉછાળા પાછળ અમેરિકા સરકારે તેના ઉધ્યોગો માટે જાહેર કરેલા પેકેજને પણ કારણભૂત માનવામા આવે છે. રોકાણકારોનુ માંનવુ છે કે ડિઝલના ભાવમા કરાયેલા આ ભાવ વધારાથી દેશની રાજ્કોશિય ખાધ ઘટશે.
સવારે 10.30 કલાકે સેંસેક્સ 2.11% વધી 371.79 પોઇન્ટના ઉછાળા સાથે 18392.95 પોઇન્ટ ઉપર જોવા મળ્યો હતો. આ સમયે નિફટી પણ 2.11 % વધી 114.60 પોઇન્ટના ઉછાળા સાથે 5549.85 પોઇંત ઉપર જોવા મળ્યો હતો.
સવારના ઉછાળામા સૌથી વધુ લાભ હિન્દાલ્કો, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ, તાતા મોટર્સ, તાતા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, સ્ટરલાઇટ, ગેઇલ, મારુતિ, તાતા પાવર અને રિલાયન્સનો સમાવેશ થતો હતો.
અમેરિકાના પેકેજના પગલે આજે તમામ એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. કરજ ઉપર વ્યાજના દર ઓછા રાખવા ફેડરલ સરકારે દર મહિને 40 અબજ ડોલરની સિક્યુરિટિઝ ખરિદવાનુ જાહેર કર્યા બાદ ગઇકાલે અમેરિકી બજારો મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. તેમા ડાઉ 206 પોઇંન્ટ અને નાસ્ડાક 41 પોઇન્ટના વધારા સાથે બંધ થયા હતા.












Click it and Unblock the Notifications
