31 માર્ચ પહેલા પતાવી લો આ કામ, નહીંતર ખીસ્સુ થઇ જશે ખાલી
March 31: નાણાકીય વર્ષ 2023-24 31 માર્ચના રોજ પૂરુ થઇ જશે. માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંતિમ મહિનો છે. આ વચ્ચે નાણા સંબંધિત કાર્ય કરવા માટેની ડેડલાઇન 31 માર્ચ છે. 31 માર્ચના દિવસે પર્સનલ ફાઇનાન્સ બાબતે અને વ્યસાયીક મામલે પણ અતિ મહત્વ ધરાવે છે.
31 માર્ચ એ માત્ર બિઝનેસ વર્ષનો છેલ્લો દિવસ નથી, પરંતુ તે રોકાણ, ITR ફાઇલિંગ, ટેક્સ સેવિંગ જેવા ઘણા વ્યક્તિગત નાણાં સંબંધિત કાર્યોને પૂર્ણ કરવાની અંતિમ તારીખ પણ છે. તેમાં ફાસ્ટેગ કેવાયસી, ટીડીએસ ફાઇલિંગ સર્ટિફિકેટ જેવા મહત્વપૂર્ણ કાર્યો પણ સામેલ છે.

કોઈપણ પ્રકારની સમસ્યા અથવા નુકસાનથી બચવા માટે તમારે આ કાર્ય 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. જો તમે આ તારીખ સુધીમાં આ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ નહીં કરો, તો તમારે નાણાકીય નુકસાનની સાથે દંડ ભરવો પડી શકે છે.
FASTag KYC અપડેટ - સૌથી પહેલા આપણે Fastag KYC અપડેટ વિશે વાત કરીશું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગ યુઝર્સ માટે KYC અપડેટ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 નક્કી કરી છે. આ અગાઉ આ સમયમર્યાદા 29મી ફેબ્રુઆરી હતી, જેને લંબાવવામાં આવી હતી.
જો તમે આ તારીખ સુધીમાં KYC અપડેટ નહીં કરો, તો તમારું ફાસ્ટેગ બંધ થઈ શકે છે. NHAIએ જાહેરાત કરી હતી કે, વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ હેઠળ, KYC વગરના ફાસ્ટેગને બ્લેકલિસ્ટ અથવા નિષ્ક્રિય કરવામાં આવશે.
અપડેટેડ ITR ફાઇલ કરવાની છેલ્લી તક - 31 માર્ચ એ આકારણી વર્ષ 2021-22 માટે અપડેટેડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ છે. જે કરદાતાઓ તેમની ITR ફાઇલ કરી શક્યા નથી અથવા અરજી કરતી વખતે અજાણતામાં ખોટી આવકની વિગતો સબમિટ કરી છે, તેઓ આ સમયમર્યાદા હેઠળ અપડેટ કરેલી ITR ફાઇલ કરી શકે છે. આ સાથે, જે કરદાતાઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે ITR ફાઈલ કર્યું નથી, તેઓ પાસે હજુ પણ 31 માર્ચ, 2024 સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક છે.
નાની બચત યોજનામાં લઘુત્તમ ડિપોઝિટ કરવી ફરજિયાત - જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમ જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, અને 31 માર્ચ સુધીમાં ન્યૂનતમ વાર્ષિક રકમ જમા કરાવવામાં સક્ષમ નથી, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. એટલું જ નહીં, તમારે દંડ પણ ભરવો પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આવી યોજનાઓમાં રોકાણ કરનારાઓએ દરેક નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછી એક નિશ્ચિત રકમનું રોકાણ કરવું જરૂરી છે. તેથી, જો તમે આ ન્યૂનતમ ડિપોઝિટ જમા કરવાનું ચૂકી ગયા હોવ તો તમારી પાસે 31મી માર્ચ સુધીનો સમય છે.
ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ - જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી હોય, તો ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરીને ટેક્સ છૂટનો લાભ મેળવવા માટે માત્ર એક છેલ્લી તક બાકી છે. 31 માર્ચ, 2024 એ પણ કર બચત રોકાણ કરવા માટેનો છેલ્લો દિવસ છે. આ તારીખ પહેલા રોકાણ કરીને તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ સહિત એવી ઘણી યોજનાઓ છે, જેમાં રોકાણ કરીને તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો.
આ ઉપરાંત, કરદાતાઓ આવકવેરાની કલમ 80D, 80G અને 80CCD(1B) હેઠળ પણ કર મુક્તિનો દાવો કરી શકે છે, જેમાં આરોગ્ય વીમા પ્રીમિયમ, શિક્ષણ લોન અને હોમ લોનનો સમાવેશ થાય છે.
SBI ની વિશેષ યોજનાઓ હેઠળ લાભો મેળવો - સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની હોમ લોન પર વ્યાજ દરોમાં ડિસ્કાઉન્ટ મેળવવાની અંતિમ તારીખ પણ 31મી માર્ચ છે. સ્ટેટ બેંકની હોમ લોન પર 31 માર્ચ 2024 સુધી ઓછા વ્યાજની ઓફર છે. આ ઉપરાંત, SBI અને SBI WeCare દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ઓફર કરવામાં આવતી વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ SBI અમૃત કલશ 31 માર્ચ 2024 સુધી ઉપલબ્ધ છે. બેંક આ યોજનાઓ હેઠળ ઊંચા વ્યાજ દરો આપી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
