Share Bazar : આજે ફરીથી સેન્સેક્સમાં મોટો કડાકો, જાણો ટોપ 5 ગેનર શેર
છેલ્લા કેટલાક સમયથી સતત શેરબજારમાં મોટા કડાકા જોવા મળી રહ્યા છે ત્યારે ફરીથી આજે એ જ ટ્રેન્ડ જોવા મળ્યો. આજે શેર બજારમાં મોટો ઘટાડો નોંધાયો.
આજે સેન્સેક્સ 736.37 પોઈન્ટના ઘટાડા સાથે 72012.05 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો. નિફ્ટી 238.25 પોઇન્ટ ઘટીને 21817.45 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો.

આ સિવાય બીએસઈમાં આજે કુલ 3,928 કંપનીઓના સોદા થયા, જેમાંથી લગભગ 1,244 શેર ઉછાળા સાથે અને 2,572 શેરો ઘટાડા સાથે બંધ થયા. 112 કંપનીઓના શેરના ભાવમાં કોઈ ફરક નથી જોવા મળ્યો. આજે 95 શેર 52 સપ્તાહના સર્વોચ્ચ સ્તરે બંધ થયા.
આ સિવાય 66 શેરો 52 સપ્તાહના નીચલા સ્તરે બંધ થયા છે. આ સિવાય આજે 242 શેરમાં અપર સર્કિટ છે જ્યારે 372 શેરમાં લોઅર સર્કિટ છે. આ સિવાય આજે સાંજે ડોલર સામે રૂપિયો 13 પૈસા ઘટીને 83.04 રૂપિયા પર બંધ રહ્યો.
NSE ના આજે ટોપ 5 ગેનર શેર
- બજાજ ફાઇનાન્સનો શેર 92ના ઉછાળા સાથે 6,596.25 પર બંધ રહ્યો.
- બજાજ ઓટોનો શેર 118ની આસપાસના વધારા સાથે 8,640.20 પર બંધ થયો.
- હિન્દાલ્કોનો શેર આશરે 3ના વધારા સાથે 533.65 પર બંધ રહ્યો.
- કોટક મહિન્દ્રાનો શેર લગભગ 12ના વધારા સાથે 1,749.65 પર બંધ થયો.
- આઇશર મોટર્સનો શેર આશરે 17ના વધારા સાથે 3,716.85 પર બંધ રહ્યો.
NSE ના ટોપ 5 લુઝર શેર
- BPCLનો શેર લગભગ 25 રૂપિયા ઘટીને 557.70 પર બંધ થયો.
- TCSનો શેર 175 આસપાસના ઘટાડા સાથે 3,977.30 પર બંધ થયો.
- સિપ્લાનો શેર 53 આસપાસના ઘટાડા સાથે 1,435.70 પર બંધ રહ્યો.
- ટાટા કન્ઝ્યુમરનો શેર લગભગ 41ના ઘટાડા સાથે 1,146.25 પર બંધ થયો.
- નેસ્લેનો શેર 84ના ઘટાડા સાથે 2,496.05 પર બંધ થયો.












Click it and Unblock the Notifications
