For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજાર થયુ ક્રેશ, સેંસેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રુપિયો રેકૉર્ડ નીચલા સ્તરે

સેન્સેક્સ 60 હજારની સપાટીએ પહોંચી ગયો હતો પરંતુ આજે શેરબજારમાં મોટો ધડાકો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી હતી. સેન્સેક્સ 60 હજારની સપાટીએ પહોંચી ગયો હતો પરંતુ આજે શેરબજારમાં મોટો ધડાકો જોવા મળ્યો છે. માર્કેટમાં 991 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેંસેક્સ 57367.47 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 17188 પોઈન્ટના મોટા ઘટાડા સાથે ખુલ્યો હતો. બજાર ખુલ્યા બાદ ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ છે. સેંસેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટીમાં 2 ટકાનો ઘટાડો થયો. રિલાયન્સ ઈન્ડિયાના શેરમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

sensex

નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો તે પણ 17200ની નીચે ગયો હતો. વૈશ્વિક બજારમાં ઘટાડાની સીધી અસર આજે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. સેન્સેક્સ 1210.62 પોઈન્ટ સુધી ગબડ્યો હતો. નિફ્ટીમાં 361.50 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના ટોચના 30 શેરો આજે લાલ નિશાન સાથે ખુલ્યા હતા. ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એચસીએલ, ટીસીએસ, વિપ્રો, બજાજ ફિનસર્વ સૌથી વધુ નુકસાનકર્તા સાબિત થયા. નિફ્ટી શેર્સની વાત કરીએ તો ટેક મહિન્દ્રા, એચસીએલ, ટીસીએસ, વિપ્રો સૌથી વધુ લુઝર છે. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100માં પણ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. લગભગ તમામ સેક્ટર, આઈટી, નિફ્ટી પીએસયુ બેન્ક, નિફ્ટી રિયાલિટી આજે લાલ નિશાન પર છે.

વળી, બજારમાં ઘટાડાની અસર રૂપિયા પર પણ જોવા મળી રહી છે. આજે ડોલર સામે રૂપિયો 80 રૂપિયાની પણ નીચે ગયો હતો. અમેરિકાની ફેડરલ બેંક દ્વારા વ્યાજદરમાં વધારાની અસર ભારતીય રૂપિયા પર જોવા મળી રહી છે. રૂપિયો તેની સૌથી નીચી સપાટી 80.11 પર પહોંચી ગયો છે. આ પહેલા શુક્રવારે રૂપિયો 79.87 પર પહોંચી ગયો હતો. ગયા મહિને રૂપિયો 80.06 પોઈન્ટની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. યુએસ ડૉલર આ વર્ષે રૂપિયા સામે 7 ટકા ઉપર છે.

English summary
Share market crashes Sensex tanks 1100 points Nifty falls 2 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X