શેર બજારમાં કડાકો, સેંસેક્સ 1368 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટીમાં 447નો ઘટાડો

શેર બજારમાં ઘટાડાનો દોર સતત ચાલુ છે. આજે એક વાર ફરીથી સપ્તાહની શરુઆત મોટા કડાકા સાથે થઈ છે.

મુંબઈઃ શેર બજારમાં ઘટાડાનો દોર સતત ચાલુ છે. આજે એક વાર ફરીથી સપ્તાહની શરુઆત મોટા કડાકા સાથે થઈ છે. સેંસેક્સમાં શરુઆતના ટ્રેડ દરમયિાન 1368 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે ત્યારબાદ સેંસેક્સલ 52965 પોઈન્ટ પર પહોંચી ગયો જ્યારે નિફ્ટીમાં 447 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ નિફ્ટી 17798 પોઈન્ટ પર પહોંચી ગયો છે. જે રીતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે તેની સીધી અસર શેર બજાર પર પડતી દેખાઈ રહી છે. 10 વાગ્યાની વાત કરીએ તો સેંસેક્સમાં કડાકો થયો તે લગભગ 1500 પોઈન્ટ સુધી પહોંચી ગયો. 10 વાગે સેંસેક્સ 52846 સુધી પહોંચી ગયો જ્યારે નિફ્ટી 460 પોઈન્ટના કડાકા સાથે 15785 પોઈન્ટ સુધી પહોંચી ગયો.

sensex

વાસ્તવમાં માનવામાં આવી રહ્યુ છે કે રશિયાના ક્રૂડ ઓઈલના નિકાસ પર અમેરિકા અને અન્ય દેશ પ્રતિબંધ લગાવી શકે છે જેના કારણે બજાર પર ભારે દબાણ જોવા મળી શકે છે. જુલાઈ 2008 બાદ ક્રૂડ ઓઈલની કિંમત પોતાના ઉચ્ચતમ સ્તર 139 બેરલ પ્રતિ ડૉલર સુધી પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાના કારણે વૈશ્વિક બજારમાં આજે ભારે કડાકો જોવા મળ્યો છે. એનર્જી, મેટલ સહિત ઘણા મોટા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.

બજારમાં આજે સૌથી મોટો કડાકો ટાટા મોટર્સ, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, હિંદુસ્તાન લીવરના શેરમાં જોવા મળ્યો. ટાટા મોટર્સ 4.63 ટકાના ઘટાડા સાથે 397 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે હિંદુસ્તાન લીવનર 3 ટકાના ઘટાડા સાતે 1958 પર ટ્રેડ કરી રહ્યો છે. વળી, સ્ટેટ બેંકના શેર 439 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. એચડીએફસી બેંકની વાત કરીએ તો તે 1310 પોઈન્ટ પર પહોંચી ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X