For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sensexની તેજ શરૂઆત, 197 પોઈન્ટના વધારા સાથે માર્કેટ ખુલ્યું

Sensexની તેજ શરૂઆત, 197 પોઈન્ટના વધારા સાથે માર્કેટ ખુલ્યું

|
Google Oneindia Gujarati News

આજે શેરબજારની તેજ શરૂ આત થઈ છે. બીએસઈ સેંસેક્સ આજે 197.30 અંકની તેજી સાથે 55752.09 અંકના સ્તરે ખુલ્યો છે. જ્યારે એનએસઈનો નિફ્ટી 74.50 અંકની તેજી સાથે 16571 અંકના સ્તરે ખુલ્યો છે. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 1391 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું, જમાંથી 662 શેર તેજી સાથે અને 629 શેર ગિરાવટ સાથે ખુલ્યા છે. જ્યારે 100 કંપનીઓના શેરની કિંમતમાં કોઈપણ પ્રકારની વધઘટ થઈ નથી.

નિફ્ટીના ટૉપ ગેનર્સ

નિફ્ટીના ટૉપ ગેનર્સ

  • નિફ્ટીના ટૉપ ગેનર્સ ઓએનજીસીનો શેર 3 રૂપિયાની તેજી સાથે 114.40 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
  • હિન્ડાલ્કોનો શેર 6 રૂપિયાની તેજી સાથે 413.30 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
  • ટાટા સ્ટીલનો શેર 20 રૂપિયાની તેજી સાથે 1378.35 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
  • એનટીપીસીનો શેર 2 રૂપિયાની તેજી સાથે 115 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
  • પાવર ગ્રિડ કોર્પોરેશનનો શેર 2 રૂપિયાની તેજી સાથે 178.05 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
નિફ્ટીના ટૉપ લૂઝર

નિફ્ટીના ટૉપ લૂઝર

  • એચડીએફસીનો શેર 19 રૂપિયાની ગિરાવટ સાથે 2702.80 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
  • મારૂતિ સુઝુકીનો સેર 59 રૂપિયાની ગિરાવટ સાથે 6767.35 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
  • એશિયન પેંટ્સનો શેર 21 રૂપિયાની ગિરાવટ સાથે 3056.35 રૂપિયાના સ્તરે કુલ્યો છે.
  • શ્રી સીમેંટનો શેર 186 રૂપિયાની ગિરાવટ સાથે 25799.95 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.
સેંસેક્સની શરૂઆત ક્યારે થઈ

સેંસેક્સની શરૂઆત ક્યારે થઈ

મુંબઈ શેર બજારનો સૂચકઆંક સેંસેક્સ છે. આ એક મૂલ્ય-ભારિત સૂચકાંક છે. મુંબઈ શેર બજાર માટે સેંસેક્સને 1986માં તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ માત્ર ભારત જ નહિ બલકે દુનિયાભરમાં મહત્વપૂર્ણ સૂચકાંક માનવામાં આવે છે. સેંસેક્સમાં બીએસઈની 30 કંપનીઓને સામેલ કરવામાં આવે છે. પહેલા સેંસેક્સના અંકોની ગણતરી માર્કેટ કેપિટેલાઈઝેશન- વેટેજ મેથેડોલોજીના આધારે થતી હતી પરંતુ હવે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશન-વેટેજ મેથોડોલોજીના આધારે થાય છે. સેંસેક્સનો આધારવર્ષ 1978-79 છે.

નિફ્ટીની શરૂઆત ક્યારે થઈ

નિફ્ટીની શરૂઆત ક્યારે થઈ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સૂચકાંક નિફ્ટી છે. નિફ્ટીમાં એનએસઈની ટૉપ 50 કંપનીઓને સામેલ કરી સૂચકાંકનો સ્તર નક્કી કરવામાં આવે છે. નિફ્ટી સૂચકાંક બે શબ્દોને ભેળવીને બનાવવામાં આવ્યો છે- નેશનલ અને ફિફ્ટી. નિફ્ટીનો આધારવર્ષ 1995 છે. નિફ્ટી-50માં એનએસઈની ટૉપ 50 કંપનીઓને ફ્રી ફ્લોટ માર્કેટ કેપના આંકડાના આધારે સિલેક્ટ કરવામાં આવે છે.

English summary
Share Market Opening Bell: Sensex opened in green signal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X