શેર બજારમાં રેકૉર્ડ તેજી, નિફ્ટી 25 હજાર નજીક, સેંસેક્સ 500 પોઈન્ટ વધ્યો, રુ.11 લાખ કરોડનો ફાયદો
Nifty Record All Time High: સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ નવો રેકોર્ડ સર્જાયો છે. નિફ્ટી પ્રથમ વખત 24,980.45ના રેકોર્ડ સ્તરે ખુલ્યો, ત્યાર બાદ તે શરૂઆતથી જ આગળ રહ્યો છે. બજારના મુખ્ય સૂચકાંકો ઓલ-ટાઇમ હાઈ પર ટ્રેડ કરી રહ્યાં છે.
આ દરમિયાન નિફ્ટી 25000ની નજીક પહોંચી ગયો છે. આ ઉપરાંત સેન્સેક્સ પણ 81,900ની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં લગભગ 2 ટકાનો વધારો થયો છે. નિફ્ટી એસબીઆઈના શેર લગભગ 3 ટકાના વધારા સાથે ઈન્ડેક્સમાં ટોપ ગેનર છે. જ્યારે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો શેર 2.25 ટકા ઘટીને ટોપ લૂઝર છે.

સોમવારે સતત બીજા દિવસે બજારમાં તેજી છે. બજારમાં આજે મોટાભાગની ખરીદી PSU બેન્કિંગ સેક્ટરમાં થઈ રહી છે. રિયલ્ટી, ખાનગી બેન્કિંગ અને મીડિયા અને નાણાકીય ક્ષેત્રોમાં પણ ખરીદી થઈ રહી છે. જ્યારે IT અને FMCG સેક્ટરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
માર્કેટમાં બે દિવસની તેજીમાં રોકાણકારો ઘણી કમાણી કરી રહ્યા છે. બે દિવસની તેજીમાં રોકાણકારોએ જંગી નફો કર્યો છે. ગુરુવારે એટલે કે 25 જુલાઈએ બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. ત્યારે શુક્રવાર અને સોમવારે જોરદાર રેલીઓ નોંધાઈ રહી છે. માર્કેટમાં 2 દિવસની તેજીમાં રોકાણકારોને લગભગ 11 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
25 જુલાઈના રોજ, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 461.10 લાખ કરોડ હતું, જે આજે બપોરે 12 વાગ્યાની આસપાસ રૂ. 450 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
