For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ બાદ બીજા દિવસે પણ શેર બજારમાં જોરદાર તેજી, સેંસેક્સ 50000ને પાર

નાણાકીય વર્ષ 2021-22નુ સામાન્ય બજેટ આવ્યા બાદ શેર બજારમાં જોરદાર ઉછાળાનો દોર સતત ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Share Market Update: નાણાકીય વર્ષ 2021-22નુ સામાન્ય બજેટ આવ્યા બાદ શેર બજારમાં જોરદાર ઉછાળાનો દોર સતત ચાલુ છે. સતત બીજા દિવસે શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેંસેક્સ 700 પોઈન્ટના ઉછાળા સાથે જ્યારે નિફ્ટી 200 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો. સેંસેક્સ આજે 2.77 ટકા એટલે કે 49948 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. વળી, નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 2.73 ટકા એટલે કે 14673 પોઈન્ટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આજે પણ બેંકિંગ સેક્ટરના શેર અને ઑટો સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે.

sensex

નિફ્ટીના ટૉપ ગેઈનર

ટાટા મોટર્સના શેર લગભગ 12 રૂપિયાની તેજી સાથે 291.25 રૂપિયાના સ્તરે ખુલ્યા. આયશર મોટર્સના શેર લગભગ 29 રૂપિયાની તેજી સાથે 2,871.55 રૂપિયાના સ્તરે ખુલ્યા. એચડીએફસીના શેર લગભગ 76 રૂપિયાની તેજી સાથે 2,655.60 રૂપિયાના સ્તરે ખુલ્યા. આઈસીઆઈસીઆઈ બેંકના શેર લગભગ 15 રૂપિયાની તેજી સાથે 618.90 રૂપિયાના સ્તરે ખુલ્યા. એક્સીસ બેંકના શેર લગભગ 13 રૂપિયાની તેજી સાથે 722.00 રૂપિયાના સ્તરે ખુલ્યા. નિફ્ટીના ટૉપ લુઝર હીરો મોટોકૉર્પના શેર લગભગ 36 રૂપિયાના ઘટાડા સાથે 3,305.00 રૂપિયાના સ્તરે ખુલ્યા.

ખેડૂતોની કાનૂની મદદ માટે CM અમરિંદરે બનાવી 70 વકીલોની ટીમખેડૂતોની કાનૂની મદદ માટે CM અમરિંદરે બનાવી 70 વકીલોની ટીમ

English summary
Share Market: Sensex Nifty up on second day after budget 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X