બેંકિંગ શેરોમાં ભારે બિકવાલીથી શેર બજારમાં કડાકો, યશ બેંકનો શેર 15 ટકા ગગડ્યો
બેંકિંગ શેરોમાં ભારે બિકવાલીથી શેર બજારમાં કડાકો, યશ બેંકનો શેર 15 ટકા ગગડ્યો
મુંબઈઃ કારોબારી સત્રના પહેલા દિવસે બેંકિંગ શેરોમાં ભારે બિકવાલીથી શેર બજાર કડાકા સાથે બંધ થયું. બીએસઈની 30 કંપનીઓના શેર પર આધારિત સંવેદી સૂચકાંક સેંસેક્સ 155.24 અંક ગગડી 38,667.33 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 35.15 અંકના કડાકા સાથે 11,477.25ના સ્તરે બંધ થયો. માર્ચ 2018ના ક્વાર્ટર પછી સેંસેક્સ અને નિફ્ટીમાં આ અત્યાર સુધીનો સૌથી કડાકો છે.

યસ બેંકને સૌથી વધુ નુકસાન
બેંકિંગ કંપનીઓમાં સૌથી વધુ યસ બેંકને નુકસાન થયું છે. યસ બેંકના શેર 1.06 ટકાના નોંધપાત્ર ઘટાડા સાથે 41.45 રૂપિયાના લેવલે બંધ થયા, જે ગત 10 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. દિવસભરના કારોબારમાં સેંસેક્સ 38873.12ના ઉપરી સ્તર પર તથા 38401.09ના નિચલા સ્તરને ટચ કર્યું જ્યારે નિફ્ટીએ 11508.25ના નિચલા અને 11390.80ના ઉચ્ચતમ સ્તરને ટચ કર્યું.

યસ બેંકને લઈ અફવાને પગલે ગિરાવટ!
આ ગિરાવટ પર બેંકના એમડી થા સીઈઓ રવનીત ગિલે કહ્યું કે, 'હાલમાં બેંકને લઈ આવેલ સમાચારે કેટલીય અફવાને જન્મ આપ્યો. આ અફવાઓને અમે ફગાવી રહ્યા છીએ અને તેને બિનજવાબદાર ગણાવી દઈએ. આ અફવાઓને પગલે કંપનીના શેરમાં પ્રતિકૂળ અસર જોવા મળી છે. યસ બેંક ફરી એકવાર પૂનરાવર્તિત કરે છે કે તેની પૂંજી રેગ્યુલેટર લિમિટથી ઉપર છે અને એસેટ ક્વૉલિટી પણ ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર બાદ જાહેર કરવામાં આવેલ દિશા-નિર્દેશો મુજબ છે. બેંકના હાઉસિંગ ફાઈનાન્સ/રિયલ એસ્ટેટ કંપનીઓ પાસે પણ શેષ રકમ છે તે સિક્યોર્ડ છે અને ગત છ મહિનામાં શેષમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. અકાઉન્ટ સ્ટાન્ડર્ડ અને કરન્ટ છે.'

આ શેરમાં તેજી
બીએસઈ પર ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ 5.29 ટકા, એચસીએલ ટેકમાં 3.76 ટકા, ઈન્ફોસિસમાં 2.93 ટકા, આઈટીસીમાં 2.69 ટકા તથા ટીસીએસમાં 2.06 ટકાની મજબૂતી જોવા મળી છે. એનએસઈ પર પણ ભારતી એરટેલના શેરોમાં સર્વાધિક 6.93 ટકા, એચસીએલ ટેકમાં 3.61 ટકા, યૂપીએલમાં 3.30 ટકા, ઈન્ફોસિસમાં 2.81 ટકા તથા આઈટીસીમાં 2.45 ટકાની તેજી નોંધાઈ છે.

આ શેરોમાં ધડામ
બીએસઈ પર યસ બેંકના શેરમાં સૌથી વધુ 15.06 ટકા, ઈંડસઈન્ડ બેંકમાં 6.84 ટકા, એસબીઆઈમાં 3.68 ટકા, આઈસીઆઈસીઆઈ બેંકમાં 3.51 ટકા તથા સન ફાર્મામાં 3.02 ટકાની કમજોરી જોવા મળી. એનએસઈ પર પણ યસ બેંકના શેરમાં સર્વાધિક 14.36 ટકા, ઈન્ડસઈંડ બેંકમાં 6.13 ટકા, એસબીઆઈમાં 3.63 ટકા, આઈસીઆઈસીઆઈ બેંકમાં 3.43 ટકા, જી લિમિટેડમાં 3.31 ટકાની ગિરાવટ નોંધાઈ છે.












Click it and Unblock the Notifications
