Share Market Update: શેર બજારમાં રોનક યથાવત, 61000ને પાર ખુલ્યો સેંસેક્સ
શેર બજારમાં રોનક જળવાઈ રહી છે. બુધવારની જેમ આજે પણ તે એક નવી ઉંચાઈએ ખુલ્યો.
નવી દિલ્લીઃ તહેવારો સાથે જ શેર બજારમાં રોનક પાછી આવી છે. શેર બજારમાં રોનક જળવાઈ રહી છે. બુધવારની જેમ આજે પણ તે એક નવી ઉંચાઈએ ખુલ્યો. બીએસઈનો 30 સ્ટૉક્સવાળો પ્રમુખ સંવેદી સૂચકાંક સેંસેક્સ 351 પોઈન્ટના ઉછાળા સાથે 61088ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પણ નવા રેકૉર્ડ સાથે કારોબારની શરૂઆત કરી. આજે નિફ્ટી 18,272.85ના સ્તરે ખુલ્યો.

ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.83 ટકા વધીને 1740.00 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.70 ટકા વધીને 1781.70 પર કારોબરા કરી રહ્યો છે. જો કે એચસીએલ ટેક, ટીસીએસ, એમએન્ડએમ, ઈન્સઈન્ડ બેંક, ભારતી એરટેલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચસીએલ ટેક 0.78 ટકા ઘટી 1255.80 પર અને ટીસીએસ 0.46 ટકા ઘટીને 3639.15 પર કારોબાર કરી રહ્યો છે.
13 ઓક્ટોબરના રોજ ફોરેન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ(FIIs)એ 937.31 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જ્યારે ડોમેસ્ટીક ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)એ બજારમાંથી 431.72 કરોડ રૂપિયા કાઢ્યા. બ્રેન્ટ ક્રૂડના ભાવ 83 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. ગ્લોબલ સપ્લાય સાઈડની ચિંતાના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. આ પહેલા અમેરિકાના શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયા હતા.












Click it and Unblock the Notifications
