NSE પર ટ્રેડિંગ અટક્યુ, ટેકનિકલ ખામીના કારણે લાઈવ ડેટા નથી થઈ રહ્યો અપડેટ

ટેકનિકલ ખામીના કારણે નેશનલ સ્ટૉક એક્સચેન્જ એટલે કે એનએસઈનુ ટ્રેડિંગ અટકી ગયુ છે.

મુંબઈઃ શેર બજાર વિશેના એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે નેશનલ સ્ટૉક એક્સચેન્જ એટલે કે એનએસઈનુ ટ્રેડિંગ અટકી ગયુ છે. એનએસઈનો લાઈવ ડેટા અપડેટ નથી થઈ રહ્યો. અચાનક આવેલી આ મુશ્કેલીના કારણે એનએસઈના ઈંડેક્સના અપડેશનમાં મુશ્કેલી આવી રહી છે. અધિકારીઓનુ કહેવુ છે કે જલ્દી આ મુશ્કેલીને ઠીક કરવામાં આવશે. આ ટેકનિકલ ખામીને ઠીક કરવા માટે ટીમ લાગી ગઈ છે.

sensex

એનએસઈ તરફથી જારી અધિકૃત નિવેદન મુજબ સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા આવી છે. તેને જલ્દી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ મુશ્કેલીના કારણે બધા સેગમેન્ટનો 11.40 વાગે બંધ કરી દેવામાં આવ્યા. લાઈવ ફીડ અપડેટ નથી થઈ રહ્યો. અધિકારીઓનુ કહેવુ છે કે જલ્દી આ સમસ્યાનુ સમાધાન કરી લેવામાં આવશે. અધિકારીઓનુ કહેવુ છે કે એનએસઈ પાસે રેડુએન્સી સુનિશ્ચિત કરવા માટે બે સર્વિસ પ્રોવાઈડર્સ અને ઘણા ટેલીકૉમ લિંક છે.

આ સમસ્યા માટે તેમણે કહ્યુ કે ટેલીકૉમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે વાત થઈ રહી છે. તેમની લિંકમાં આવેલી સમસ્યાના કારણે એનએસઈ સિસ્ટમ પ્રભાવિત થયુ છે. આ સમસ્યાથી બધા બ્રોકરેજને એનએસઈ તરફથી લાઈવ અપડેટ નથી મળી રહ્યુ. પ્રાઈસ ફીડ અપડેટ નથી થઈ રહ્યુ. આ મુશ્કેલી બાદ બ્રોકરેજે ટ્વિટર પર આ ટેકનિકલ ગરબડની ફરિયાદો શરૂ કરી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X