For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત બીજા સપ્તાહે શેર બજારમાં જોરદાર તેજી યથાવત, સેંસેક્સ 51 હજારને પાર

સામાન્ય બજેટ રજૂ થયા બાદ સતત બીજા સપ્તાહે બજારમાં તેજીનો દોર ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Share Market Update: શેર બજારમાં સતત તેજીનો દોર યથાવત છે. સામાન્ય બજેટ રજૂ થયા બાદ સતત બીજા સપ્તાહે બજારમાં તેજીનો દોર ચાલુ છે. આજે એક વાર ફરીથી બજાર લીલા નિશાન પર ખુલ્યુ. બજાર 595 પોઈન્ટ પર ખુલ્યુ અને સેંસેક્સ 51 હજારના આંકડાને પાર કરી ગયુ. વળી, નિફ્ટીમાં પણ એક ટકાથી વધુ તેજી જોવા મળી અને નિફ્ટી 15 હજારના ઐતિહાસિક આંકડાને પાર કરી ગયુ. ઑટો સેક્ટરમાં આજે પણ તેજીનો દોર જોવા મળ્યો. ટાટા મોટર, અશોક લેયલેન્ડ, મારુતિ, મુંજાલ ઑટોના શેરોમાં આજે પણ તેજીનો દોર ચાલુ છે. વળી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. રિલાયન્સના શેરમાં પોણા બે ટકાની તેજી જોવા મળી અને શેર 1950 પોઈન્ટથી ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે.

sensex

વળી, ઈંફોસિસ અને ટીસીએસના શેરમાં પણ તેજી જોવા મળી. બેંક સેક્ટરની વાત કરીએ તો એસબીઆઈ, બંધન બેંક એચડીએફસી બેંકના શેરમાં પણ તેજી જોવા મળી છે. એલએન્ડટીમાં લગભગ 6 ટકાની તેજી જોવા મળી. આયશર મોટર, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈટીસી, વિપ્રો, સિપ્લા, બીપીસીએલના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીએસસી મિડકેપ અને સ્મૉલકેપના શેરમાં લગભગ એક ટકાનો વધારો જોવા મળ્યો છે.

ડૉલરની સરખામણીમાં નવ પૈસાની મજબૂતી

ઘરેલુ બજારમાં તેજીના કારણે રુપિયામાં પણ આજે તેજી જોવા મળી. અમેરિકી ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો નવ પૈસાની મજબૂતી સાથે 72.84ના સ્તરે પહોંચ્યો. આજે લગભગ 1123 શેરોમાં તેજી જોવા મળી છે અને 271 શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. વળી, 69 શેરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. સેંસેક્સની 10 મોટી કંપનીઓની વાત કરીએ તો આમાં તેજી જોવા મળી છે. મોતીલાલ ફાઈનાન્સિયલ સર્વિસીઝના પ્રમુખ સિદ્ધાર્થ ખેમકાએ કહ્યુ કે બજારમાં આ તેજીનુ વલણ આગળ પણ જળવાશે. કંપનીઓના મજબૂત અનુમાનોના કારણે બજારમાં સકારાત્મક વલણ જોવા મળશે.

ઉત્તરાખંડ પૂરઃ 5 પુલ નષ્ટ, 13 ગામો સંપર્કવિહોણા, હવાઈ માર્ગથી મોકલાઈ રહ્યુ છે ભોજનઉત્તરાખંડ પૂરઃ 5 પુલ નષ્ટ, 13 ગામો સંપર્કવિહોણા, હવાઈ માર્ગથી મોકલાઈ રહ્યુ છે ભોજન

English summary
Share Market Update: zooms for the second week after budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X