દેશના કુલ ઋણમાં હોમ લોનનો હિસ્સો વધીને 14 ટકાઃ આરબીઆઈનો રિપોર્ટ
આર્થિક સ્થિરતા અને સામાન્ય લોકોની પ્રગતિ એ કોઈ પણ દેશની પ્રગતિનુ એક મોટુ માપદંડ રિયલ એસ્ટેટ ક્ષેત્ર છે. ભારતનુ રિયલ એસ્ટેટ છેલ્લા એક દાયકામાં મોટા ફેરફારો અને તોફાનો છતાં ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યુ છે.
આ વાતની પુષ્ટિ રિઝર્વ બેંકનો રિપોર્ટ કરે છે. આરબીઆઈના લેટેસ્ટ રિપોર્ટ મુજબ લોકો વધુને વધુ હોમ લોન તરફ વળ્યા છે. દેશના કુલ ઋણમાં હોમ લોનનો હિસ્સો વધીને 14 ટકાથી વધુ થઈ ગયો છે.

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(આરબીઆઈ)ના લેટેસ્ટ નાણાકીય સ્થિરતા રિપોર્ટ(એફએસઆર) મુજબ કુલ ધિરાણમાં હોમ લોનનો હિસ્સો છેલ્લા 11 વર્ષમાં વધીને વર્ષ 2023માં 14.2 ટકા થયો છે. જે માર્ચ 2012માં 8.6 ટકા હતો.
રિપોર્ટ મુજબ બેંકિંગ સેક્ટર દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટરને આપવામાં આવેલ કુલ ધિરાણ 16.5 ટકા છે. આવી લોનની સુરક્ષિત પ્રકૃતિને જોતાં, ડિફોલ્ટ દર બે ટકાથી ઓછો હતો.
રિપોર્ટ મુજબ હાઉસિંગ સેક્ટરમાં વૃદ્ધિ ઘણી સારી છે અને નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં(જાન્યુઆરી-માર્ચ, 2023) ઘરના વેચાણમાં 21.6 ટકાનો વધારો થયો છે. નવા પ્રોજેક્ટસે પણ આ વધારામાં નોંધપાત્ર યોગદાન આપ્યુ છે.
રિપોર્ટમાં મુજબ કુલ લોનમાં હાઉસિંગ લોનનો હિસ્સો માર્ચ 2012થી વધીને 11 વર્ષ બાદ માર્ચ 2023માં 14.2 ટકા થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ ધિરાણમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ (CRE)નો હિસ્સો 2.0-2.9 ટકાની વચ્ચે હતો.












Click it and Unblock the Notifications
