ચીની એપ બંધ થતાં આ ભારતીય એપની ચાંદી-ચાંદી, ગણતરીના કલાકમાં જ કરોડો લોકોએ ડાઉનલોડ કરી
ભારતીય સોશિયલ મીડિયા એર શેરચેટે નવો રેકોર્ડ બનાવી લીધો છે.
ચીન સાથે સીમા વિવાદ બાદ ભારતમાં ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટિકટૉક, યુસી બ્રાઉઝર, હેલો સહિત 59 ચાઈનીઝ એપ પર ભારત સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. ચાઈનીઝ એપ પર બેન લાગતા જ ભારતીય એપ્સની ડિમાન્ડમાં ઝડપથી વધારો થયો છે. ભારતીય સોશિયલ મીડિયા એર શેરચેટે નવો રેકોર્ડ બનાવી લીધો છે. કંપનીના સહ-સંસ્થાપક ફરીદ અહેસાને આના પર ખુશી વ્યક્ત કરીને કહ્યુ કે લોકો આ એપને પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે શેરચેટ ભારતીય લોકોને અસીમ ભાવના પૂરી પાડે છે અને જલ્દી આ દેશનુ સૌથી ગમતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની રહ્યુ છે.

36 કલાકમાં 1.5 કરોડ ડાઉનલોડ્ઝ
ચાઈનીઝ એપ્સના બેન થતાં જ ભારતીય એપ્સની ચાંદી થઈ ગઈ છે. લોકોમાં ભારતીય એપ્સની ડિમાન્ડ વધવા લાગી છે. અચાનકથી ભારતીય એપના ડાઉનલોડમાં તેજી આવી છે. ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ શેરચેટને માત્ર 36 કલાકમાં 1.5 કરોડ લોકોએ પોતાના ફોનમાં ડાઉનલોડ કરવામાં આવ્યો છે. ખુદ શેરચેટે આ વિશે માહિતી આપી અને કહ્યુ કે છેલ્લા 36 કલાકમાં 15 મિલિયન લોકોએ શેરચેટ એપને ડાઉનલોડ કરી છે.

દર કલાકે 5 લાખ નવા યુઝર્સ
શેરચેટે જણાવ્યુ કે અત્યાર સુધી તેમની ટક્કર ટિકટૉક અને હેલો જેવી ચાઈનીઝ એપથી હતી પરંતુ ચાઈનીઝ એપના બેન થયા બાદથી તેમના યુઝર્સ વધી રહ્યા છે. દર કલાકે લગભગ 5 લાખ લોકો શેરચેટ એપને ડાઉનલોડ કરી રહ્યા છે. કંપનીએ 150 મિલિયનથી વધુ ડાઉનલોડ છે. કંપનીને મુખ્ય રીતે ચાઈનીઝ એપ ટિકટૉક અને હેલોથી પડકાર મળી રહ્યો હતો પરંતુ રવિવારે સરકાર દ્વારા 59 ચાઈનીઝ કંપનીઓ પર બેન લગાવ્યા બાદ હવે શેરચેટને જબરદસ્ત ફાયદો મળ્યો છે.

જાણો શેરચેટ વિશે
તમને જણાવી દઈએ કે શેરચેટ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જે લગભગ 4 વર્ષ જૂનુ છે. આ એપના 150 મિલિયનથી વધુ ડાઉનલોડ છે. આ એપ હિંદી અને અંગ્રેજી ઉપરાંત 15 ક્ષેત્રીય ભાષાઓનેે સપોર્ટ કરે છે. તમે મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાળી સહિત 15 ભારતીય ક્ષેત્રિત ભાષાઓમાં એ એપનો ઉપયોગ કરી શકે છે. શેરચેટ પાસે 60 મિલિયનથી વધુ સક્રિય કેસ છે. વળી, 1 બિલિયનથી વધુ વૉટ્સએપ શેર્સ છે. શેરચેટના જણાવ્યા મુજબ ચાઈનીધ એપના બેન થયા બાદ સરકારના આ પગલાંના સમર્થનમાં શેરચેટ પર એક લાખથી વધુ પોસ્ટ આવ્યા છે. શેરચેટ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમે આ એપનો ડાઉનલોડ કરીને પોતાની આઈડી બનાવીને લોકોને ફોલો કરી શકો છે. પોતાની ક્રિએટીવિટી બતાવી શકો છે. આને વૉટ્સએપ, ફેસબુક અને ટ્વિટરને જોડીને બનાવવામાં આવ્યુ છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, માત્ર 5 દિવસમાં 1 લાખ કેસ વધ્યા












Click it and Unblock the Notifications
