For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, માત્ર 5 દિવસમાં 1 લાખ કેસ વધ્યા

દેશમાં કોરોનાનો કહેર હવે ચરમ પર પહોંચી ગયો છે. માત્ર પાંચ દિવસમાં રેકોર્ડ એક લાખ સંક્રમિતની સંખ્યા સાથે સંક્રમણનો આંકડો 6 લાખને પાર થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોનાનો કહેર હવે ચરમ પર પહોંચી ગયો છે. માત્ર પાંચ દિવસમાં રેકોર્ડ એક લાખ સંક્રમિતની સંખ્યા સાથે સંક્રમણનો આંકડો 6 લાખને પાર થઈ ગયો છે. મરનારની સંખ્યા 17 હજારથી વધુ થઈ ચૂકી છે. કોવિડ-19 ઈન્ડિયા ડૉટ ઓઆરજી અનુસાર બુધવારે રાતે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ. દેશમાં અત્યાર સુધી 601,952 કોરોના કેસ નોંધવામાં આવી ચૂક્યા છે જેમાં 357,612 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જો કે આમાંથી 17,785 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 2,26,489 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5537 કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5537 કેસ

વાત માત્ર જો રાજધાની દિલ્લીની કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2442 નવા કેસ સામે આવ્યા જ્યાંથી અહીં કુલ કેસ 89,802 થઈ ગયા. વળી, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 5537 કેસ નોંધવામાં આવ્યા છે. 26 જૂને સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર થઈ હતી. દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ એટલે કે 10મેના રોજ આ સંખ્યા વધીને એક લાખ થઈ. ફરીથી સંક્રમણની ઝડપમાં એટલો વધારો થઈ ગયો કે માત્ર 15 દિવસમાં જ આંકડો 2 લાખને પાર થઈ ગયો.

દુનિયાનો ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ થઈ જશે

દુનિયાનો ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ થઈ જશે

ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ થવામાં માત્ર 10 દિવસ લાગ્યા. 3થી 4 લાખ કેસ થવામાં 8 દિવસ અને 4થી 5 લાખ કેસ થવામાં 6 દિવસ લાગ્યા. હવે 5થી 6 લાખ કેસ થવામાં માત્ર 5 દિવસ લાગ્યા. એટલે કે હવે દર 5 દિવસમાં એક લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. જો આ જ ગતિ રહી તો આગલા ત્રણથી ચાર દિવસોમાં ભારત, રશિયાને પાછળ છોડીને દુનિયાનો ત્રીજો સૌથી વધુ સંક્રમિત દેશ થઈ જશે.

ભારતનો રિકવરી રેટ ઘણો સારો

ભારતનો રિકવરી રેટ ઘણો સારો

બીજા દેશોના મુકાબલે ભારતનો રિકવરી રેટ ઘણો સારો છે. અહીં અત્યાર સુધી 6 લાખ દર્દીઓમાંથી 3.57 લાખ રિકવર થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 59.40 ટકા છે. એનો અર્થ એ કે 100માંથી 59 દર્દી રિકવર થઈ રહ્યા છે. 6 લાખથી વધુ સંક્રમિતોવાળા દેશાં સૌથી સારો રિકવરી રેટ રશિયાનો છે. અહીં 64.62 ટકા રિકવર થઈ ચૂક્યા છે. સૌથી ઓછો રિકવરી રેટ અમેરિકાનો છે. અહીં અત્યાર સુધી 41.66 ટકા દર્દી રિકવર થયા છે.

ખુશખબરીઃ પર્યટકો માટે ખોલવામાં આવ્યુ ગોવા, જાણો શું છે નિયમ

English summary
Over 6 lakh coronavirus cases in India, 1 lakh new cases added in 5 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X