
ખુશખબરીઃપર્યટકો માટે ખોલવામાં આવ્યુ ગોવા, જાણો શું છે નિયમ
કોરોના મહામારી વચ્ચે જો તમે ઘરમાં બેઠા બેઠા બોર થઈ ગયા હોવ તો તમારા માટે ખુશખબરી છે કારણકે ભારતનુ સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ ગોવા ફરીથી જલ્દી પર્યટકો માટે ખોલવામાં આવી રહ્યુ છે. ગોવા પર્યટને ફરીથી પર્યટન શરૂ કરવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યના પર્યટન મંત્રી મનોહર અજગાંવકરે બુધવારે એલાન કર્યુ કે આ તટીય રાજ્ય બે જુલાઈ એટલે કે ગુરુવારથી પર્યટકો માટે ફરીથી ખુલવા જઈ રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે આના માટે ગોવાની 250 હોટલ્સને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

પર્યટકોને પહેલેથી કરવુ પડશે આ કામ
કોરોના મહામારીનાન કારણે દેશવ્યાપી લૉકડાઉન બાદ માર્ચથી અહીં પર્યટકોના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મંંત્રી અજગાંવકરે જણાવ્યુ કે રાજ્યમાં પર્યટન ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાનો નિર્ણય રાજ્ય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો. તેમણે કહ્યુ કે ગોવાની યાત્રા કરનારા મુસાફરોને હોટલનુ પહેલેથી બુકિંગ કરાવવુ પડશે. આ હોટલ એ જ હોવી જોઈએ જેમને રાજ્યના પર્યટન વિભાગમાંથી સંચાલનની અનુમતિ મળી હોય. આવી હોટલ કે સ્ટેહોમ જે વિભાગ સાથે રજિસ્ટર્ડ નહિ હોય તેમને ઑનલાઈન બુકિંગ કે મુસાફરોને રોકવા દેવાની મંજૂરી નહિ હોય.

કોરોનાનો નેગેટીવ રિપોર્ટ લાવવો પડશે સાથે
રાજ્ય પર્યટન વિભાગે જણાવ્યુ કે મુસાફરોને રાજ્યમાં પ્રવેશ માટે કોવિડ -19 નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે અથવા પછી રાજ્યની સીમા પર તપાસ કરાવવી પડશે. તપાસનુ પરિણામ આવવા સુધી તેમણે રાજ્ય તરફથી સંચાલિત કેન્દ્રમાં ક્વૉરંટાઈન રહેવુ પડશે. પૉઝિટીવ દર્દીઓ પાસે પાછા પોતાના રાજ્ય જવાનુ કે ગોવામાં ઈલાજ કરાવવાનો વિકલ્પ હશે. રિપોર્ટ આવવા સુધી એવા ટુરિસ્ટને ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. જો કોઈ પર્યટકનો રિપોર્ટ પૉઝિટીવ આવે તો આવા પર્યટકોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પહેલુ એ કે તે પોતાના ઘરે જતા રહે અને બીજો એ કે ગોવામાં રહીને પોતાનો ઈલાજ કરાવે.

ઓક્ટોબરમાં વિદેશી પર્યટકોને ફણ આપવામાં આવી શકે છે મંજૂરી
ઉલ્લેખનીય છે કે ગોવાના દાબોલિમ એરપોર્ટ પર ચાર્ટર્ડ વિમાનોના સ્લૉટ બુકિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને વિદેશી પર્યટક ઓક્ટોબરથી રાજ્ય આવી શકશે. ગોવાના રાજ્ય પર્યટન મંત્રી માઈકલ લોબોએ જણાવ્યુ કે યુરોપીય દેશો ખાસ કરીને રશિયાના પર્યટકોે ગોવા આવવા માટે બુકિંગ શરૂ કરી દીધુ છે. મંત્રીએ જણાવ્યુ કે કોરોના મહામારીના કારણે રાજ્યના પર્યટન ક્ષેત્રને ફરીથી ઉભા થવામા્ં છ-આઠ મહિનાનો સમય લાગશે. આ મહામારીમાં ફરીથી ગોવામાં પર્યટકોની રોનક પાછી આવવામાં હજુ 12-14 મહિનાનો સમય લાગશે. તેમણે જણાવ્યુ કે લૉકડાઉનમાં ગોવાને દર વર્ષે પર્યટકોથી થતા લાભથી ભારે નુકશાન થયુ છે.

પર્યટકો માટે ખોલવામાં આવી 250 હોટલ
રાજ્ય સરકારો ગોવામાં 250 હોટલોને હાલમાં જ ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને કોરોના વાયરસના બચાવ સંબંધિત બધા નિયમોનુ કડકાઈથી પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અજગાંવકરે જણાવ્યુ કે અમે ઘરેલુ મુસાફરોને બે જુલાઈથી ગોવામાં પ્રવેશની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 52 હજાર લોકો સંક્રમિત