કોચીન શિપયાર્ડના શેરમાં 9 ટકાનો ઉછાળો, યુરોપિયન ક્લાયન્ટના મોટા ઓર્ડરને પગલે તેજી
કોચીન શિપયાર્ડ લિમિટેડના શેરોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મંગળવારે આ શેર રેકોર્ડ સ્તરની નજીક પહોંચ્યા છે.
કોચીન શિપયાર્ડના શેરોમાં આ ઉછાળો કંપનીએ હાઇબ્રિડ સર્વિસ ઓપરેશન વેસેલ્સ માટે યુરોપિયન ક્લાયન્ટ પાસેથી મોટો ઓર્ડર મેળવતા જોવા મળ્યો છે. શેર 9 ટકાથી વધુ વધીને 1,310ની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

કોચીન શિપયાર્ડે જણાવ્યું કે, અમે જણાવવા માંગીએ છીએ કે CSL ને આવા બે વધુ જહાજોના વિકલ્પ સાથે હાઇબ્રિડ સર્વિસ ઓપરેશન વેસલ (હાઇબ્રિડ SOV) ની ડિઝાઇન અને બાંધકામ માટે યુરોપિયન ક્લાયન્ટ પાસેથી મોટો ઓર્ડર મળ્યો છે.
આ પ્રોજેક્ટ 2026ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નવીન હાઇબ્રિડ બેટરી સિસ્ટમ્સથી સજ્જ હાઇબ્રિડ SOV, કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડીને ઊર્જા કાર્યક્ષમતામાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે તૈયાર છે.
આ જહાજ યુરોપિયન માર્કેટમાં ઓફશોર વિન્ડ ફાર્મ ઉદ્યોગની સેવા, જાળવણી અને ઓપરેશનલ જરૂરિયાતો માટે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે.
હાલની વાત કરીએ તો કોચીન શિપયાર્ડનો શેર હાલ 8.28% વધીને ₹1,294.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે તેના સાથીદારો, મઝાગોન ડોક અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સના શેર પણ અનુક્રમે 6% ના વધારા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
