Small Cap stocks : ટ્રમ્પના ટેરિફ ટેરર વચ્ચે પણ આ સ્મોલકેપ શેરોએ 20 ટકા સુધી વળતર આપ્યુ
Small Cap stocks : વૈશ્વિક અર્થતંત્રમાં ઉથલપાથલ સર્જનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા નવા ટેરિફની જાહેરાત પછી શેરબજારમાં નકારાત્મકતા જોવા મળી છે.
જો કે ભારતીય શેરબજારના સ્મોલકૅપ સ્ટોક્સે આ સ્થિતીમાં પણ રોકાણકારોને સારું વળતર આપીને ચમક જાળવી રાખી છે.

છેલ્લા સપ્તાહે BSE Sensex આશરે 207 પોઈન્ટ ઘટી ગયો અને NSE Nifty પણ લગભગ 0.33% નબળો પડ્યો. રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં વધુ ઘટાડો નોંધાયો. આમ છતાં પણ બજાર સંપૂર્ણ રીતે નબળું રહ્યું એવું કહી શકાય નહિ. કેટલાક પસંદગીના સ્ટોક્સે આશ્ચર્યજનક રિટર્ન આપ્યા છે.
વિશ્વબજારમાં ઊભેલા અનિશ્ચિતતાના માહોલમાં નીચે દર્શાવેલા ટોપ 10 સ્મોલકૅપ શેરોએ 10% થી 20% સુધીના રિટર્ન આપીને રોકાણકારોને ખુશ કરી દીધા છે.
કંપનીનું નામ - એક અઠવાડિયામાં રિટર્ન (%)
NACL Industries - 21%
Hampton Sky Realty - 18%
Rajoo Engineers - 16%
BL Kashyap & Sons - 14%
Raghav Productivity Enhancers - 13%
Archean Chemical Industries - 12%
Sadhana Nitrochem - 12%
Senco Gold - 11%
Avanti Feeds - 10%
Jyothy Labs - 10%
આ શેરોમાં મોટેભાગે એવા ઉદ્યોગો સામેલ છે કે જે વિશિષ્ટ ક્ષેત્રોમાં મજબૂત પરફોર્મન્સ આપી રહ્યા છે. કેમિકલ્સ, રિયલ્ટી, એન્જિનિયરિંગ અને FMCG જેવા ક્ષેત્રોમાં તેની કામગીરી છે.
મોટાભાગના રોકાણકારો વૈશ્વિક સ્તરે ઊથલપાથલના કારણે મિશ્ર સંકેતોથી ચિંતિત છે ત્યારે ભારતીય સ્મોલકૅપ શેરોએ મજબૂતીનો સંકેત આપ્યો છે. જો તમારું રોકાણ યોજનાબદ્ધ છે અને તમારું લક્ષ્ય લાંબા ગાળાનું છે તો આ પ્રકારના સ્મોલકૅપ શેરોમાં તબક્કાવાર રોકાણ કરીને તમે પણ સારૂ વળતર મેળવી શકો છો.
નોંધ : ઉપરોક્ત લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે, અને તેને કોઈપણ રોકાણ સલાહ તરીકે ગણવો જોઈએ નહીં. વન ઇન્ડિયા ગુજરાતી તેના વાચકો/પ્રેક્ષકોને કોઈપણ નાણાં સંબંધિત નિર્ણય લેતા પહેલા તેમના નાણાકીય સલાહકારોની સલાહ લેવાનું સૂચન કરે છે.












Click it and Unblock the Notifications
